ઑફિસમાં જેટલું કામને મહત્ત્વ આપવામાં આવે છે, એટલું જ મહત્ત્વ તમારા દેખાવ અને સ્ટાઈલને પણ આપવામાં આવે છે. એટલે તમારો દેખાવ ઑફિસને અનુરૂપ નહીં હોય, તો તમારી ઈમેજને પણ નુકસાન થઈ શકે છે. એટલે કામની સાથે લૂક પર પણ ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. તમે તમારું વ્યક્તિત્વ પ્રભાવશાળી બનાવવા અહીં આપેલી ટિપને અનુસરશો તો ઘણો લાભ થઈ શકે છે.
– ઑફિસમાં વધુ ટ્રાઉઝર-શર્ટ, જિન્સ-ટી-શર્ટ કેરી કરો. લાંબી કુર્તી, ટૂંકી કુર્તી, જીન્સ, પ્લાઝો અને લેગિંગ્સ વધુ કેરી કરો. શોર્ટ ડ્રેસ પહેરવાનું ટાળો. કેપ્રી, બરમુડા, સ્લીવલેસ ટી-શર્ટ જેવા કપડાં ન પહેરો. ઉપરાંત, ઑફિસમાં શિમરવાળા અને ભડકીલા કલરના કપડાં ન પહેરશો, પરંતુ સોબર અને સિમ્પલ કલરનો ડ્રેસ પસંદ કરો.
– ઑફિસમાં વાળની સંભાળ રાખવાની પણ જરૂર છે. લાંબા વાળ અને અસ્ત વ્યસ્ત દાઢી ન રાખો. તો મહિલા કર્મચારીઓએ લાંબા વાળ બાંધીને આવવું જોઈએ. જેથી તેને ખોલવા અને બાંધવાને બદલે, તે તમારા લૂકને વધારવાનું કામ કરશે.
– ઑફિસમાં અવાજ કરતા ફૂટવેર પહેરવા ન જોઈએ. ઉપરાંત હાઈ હીલ, લાંબા બૂટ અને મોજડી જેવા ફૂટવેર પહેરવાને બદલે, ડ્રેસ સાથે મેચ થતા સોબર અને સિમ્પલ ફૂટવેર પસંદ કરો.
– હેવી મેકઅપ કરી ઑફિસ આવશો તો એ તમારી ઈમેજ બગાડે છે. આનો અર્થ એ નથી કે તમે ટચઅપ પણ ન કરો. તમારી ઈમેજને વધારવા માટે હળવા અને યોગ્ય મેકઅપનો ઉપયોગ કરો.