મધ્ય પ્રદેશના શહેરી વિકાસ અને સંસદીય કાર્ય પ્રધાન કૈલાશ વિજયવર્ગીય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત
રાજા ભોજની નગરી ભોપાળ ખાતે નેશનલ યુનિયન ઑફ જર્નલિસ્ટ (ઇન્ડિયા)ના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક હોટેલ લેક વ્યુ અશોક ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં મુખ્ય અતિથિ તરીકે મધ્ય પ્રદેશના શહેરી વિકાસ અને સંસદીય કાર્ય પ્રધાન કૈલાસ વિજયવર્ગીય ઉપસ્થિત રહ્યા હતા. ખાસ મહેમાન તરીકે રાજ્યનાં ગ્રામીણ વિકાસ પ્રધાન રાધા સિંહ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

નેશનલ યુનિયન ઑફ જર્નલિસ્ટસ (ઇન્ડિયા)ના અધ્યક્ષ રાસ બિહારી, મહાસચિવ પ્રદીપ તિવારીની સાથે સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ વકીલ, લેખક અને પેનલિસ્ટ અશ્વિની દુબે, બ્રહ્મકુમારી સંસ્થાનાં ઝોનલ ઈન ચાર્જ અને મીડિયા પ્રભારી રીના દીદી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
અધિવેશનમાં વીસ રાજ્યોના પચાસથી વધુ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ યુનિયન ઑફ જર્નલિસ્ટના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શિવા કુમારે મુખ્ય અતિથિ કૈલાશ વિજયવર્ગીયનું માલ્યાર્પણ કરી સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના અંતે મુખ્ય અતિથિએ શિવા કુમારને સ્મૃતિ ચિન્હ આપી સન્માનિત કર્યા હતા.