ડેઈલી માર્કેટ રિપોર્ટ
સોના-ચાંદીના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી વૃદ્ધિઃ ક્રૂડ તેલ પણ વધ્યુઃ
કપાસ, કોટન, મેન્થા તેલમાં સુધારોઃ રબરમાં નરમાઈઃ
બુલડેક્સ ફ્યુચર્સમાં 75 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 154 પોઈન્ટની મૂવમેન્ટ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,25,011 સોદાઓમાં કુલ રૂ.10,605.86 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી વૃદ્ધિ થઈ હતી. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.15 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.260 વધ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને વધ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં ક્રૂડ પામતેલ (સીપીઓ)માં 26,560 ટનના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 67,970 ટનના સ્તરે રહ્યો હતો. સીપીઓના વાયદાના ભાવમાં સીમિત ઘટાડો થયો હતો, જ્યારે કપાસ, કોટન અને મેન્થા તેલમાં સુધારાનો સંચાર થયો હતો. રબરમાં નરમાઈ હતી.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં એમસીએક્સ પર 1,028 સોદાઓમાં રૂ.78.84 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 427 સોદાઓમાં રૂ.31.52 કરોડનાં 438 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 601 સોદાઓમાં રૂ.47.32 કરોડનાં 625 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,032 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 652 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જુલાઈ વાયદો 14,336ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,411 અને નીચામાં 14,336ના સ્તરને સ્પર્શી, 75 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 19 પોઈન્ટ વધી 14,404ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જુલાઈ વાયદો 15,070ના સ્તરે ખૂલી, 154 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 123 પોઈન્ટ વધી 15,171ના સ્તરે પહોંચ્યો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે સોના-ચાંદીમાં 42,226 સોદાઓમાં કુલ રૂ.2,666.59 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.46,594ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.46,744 અને નીચામાં રૂ.46,461 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.15 વધી રૂ.46,570ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.10 વધી રૂ.37,628 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.26 વધી રૂ.4,640ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.67,277 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.67,550 અને નીચામાં રૂ.67,277 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.260 વધી રૂ.67,492 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 50,801 સોદાઓમાં કુલ રૂ.3,839.46 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,448ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,513 અને નીચામાં રૂ.5,428 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.79 વધી રૂ.5,506 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.4.90 વધી રૂ.277.70 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 2,931 સોદાઓમાં રૂ.346.80 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,296ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1310 અને નીચામાં રૂ.1294 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.17.50 વધી રૂ.1,300.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જૂન વાયદો 100 કિલોદીઠ રૂ.16,850ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,850 અને નીચામાં રૂ.16,500 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.75 ઘટી રૂ.16,775ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જૂન કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,048ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1049 અને નીચામાં રૂ.1043.30 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.3.10 ઘટી રૂ.1044 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.41.50 વધી રૂ.1099 અને કોટન જૂન કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.390 વધી રૂ.24,950 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 11,845 સોદાઓમાં રૂ.1,524.39 કરોડનાં 3,274.898 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 30,381 સોદાઓમાં કુલ રૂ.1,142.20 કરોડનાં 166.825 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 10,580 સોદાઓમાં રૂ.967.87 કરોડનાં 17,68,600 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 40,221 સોદાઓમાં રૂ.2,871.59 કરોડનાં 10,40,38,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 10 સોદાઓમાં રૂ.0.26 કરોડનાં 40 ટન અને કોટનના વાયદાઓમાં 859 સોદાઓમાં રૂ.67.21 કરોડનાં 27050 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 268 સોદાઓમાં રૂ.13.40 કરોડનાં 125.64 ટન, રબરના વાયદાઓમાં 30 સોદાઓમાં રૂ.0.58 કરોડનાં 35 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,764 સોદાઓમાં રૂ.265.35 કરોડનાં 26,560 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,646.311 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 519.908 ટન, ક્રૂડ તેલમાં 9,33,500 બેરલ અને નેચરલ ગેસમાં 2,64,67,500 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 64 ટન, કોટનમાં 177100 ગાંસડી, મેન્થા તેલમાં 242.28 ટન, રબરમાં 104 ટન, સીપીઓમાં 67,970 ટનના સ્તરે રહ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 10,285 સોદાઓમાં રૂ.844.18 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.103.54 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.6.63 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.733.84 કરોડનાં કામકાજ થયાં હતાં.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું જુલાઈ રૂ.48,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.158 ખૂલી, ઊપરમાં રૂ.163 અને નીચામાં રૂ.146 રહી, અંતે રૂ.1.50 વધી રૂ.162 થયો હતો. જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,600 ખૂલી, ઊપરમાં રૂ.1,640.50 અને નીચામાં રૂ.1,557 રહી, અંતે રૂ.13.50 વધી રૂ.1,582 થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ રૂ.5,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.129 ખૂલી, ઊપરમાં રૂ.161 અને નીચામાં રૂ.118.70 રહી, અંતે રૂ.43 વધી રૂ.158.30 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું જુલાઈ રૂ.47,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.874.50 ખૂલી, ઊપરમાં રૂ.893.50 અને નીચામાં રૂ.842.50 રહી, અંતે રૂ.41.50 વધી રૂ.869 થયો હતો. જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.68,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,081.50 ખૂલી, ઊપરમાં રૂ.2,081.50 અને નીચામાં રૂ.1,975 રહી, અંતે રૂ.142.50 ઘટી રૂ.2,028.50 થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ રૂ.5,400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.116.30 ખૂલી, ઊપરમાં રૂ.139 અને નીચામાં રૂ.111 રહી, અંતે રૂ.21.90 ઘટી રૂ.115.10 થયો હતો.
- નૈમિષ ત્રિવેદી