ડેઈલી માર્કેટ રિપોર્ટ
કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 3,16,824 સોદાઓમાં કુલ રૂ.27,537.16 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના માર્ચ વાયદામાં 170 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના માર્ચ વાયદામાં 426 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના એપ્રિલ વાયદામાં 70 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,15,843 સોદાઓમાં કુલ રૂ.6,689.42 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.52,001ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.52,080 અને નીચામાં રૂ.51,529ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.694 ઘટી રૂ.51,610ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.618 ઘટી રૂ.41,295 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.58 ઘટી રૂ.5,136ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,900ના ભાવે ખૂલી, રૂ.678 ઘટી રૂ.51,560ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.68,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,576 અને નીચામાં રૂ.67,670ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 1026 ઘટી રૂ.67,818ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 997 ઘટી રૂ.67,991 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.999 ઘટી રૂ.67,994 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 54,750 સોદાઓમાં કુલ રૂ.4,820.15 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.7,600ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,600 અને નીચામાં રૂ.7,159ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.584 ઘટી રૂ.7,245 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.6.20 ઘટી રૂ.349.20 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 969 સોદાઓમાં રૂ.109.72 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.2,000 બોલાઈ રહ્યો હતો. કોટન માર્ચ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.38,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.38,000 અને નીચામાં રૂ.37,630ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.300 ઘટી રૂ.37,750ના સ્તરે પહોંચ્યો હતો. રબર માર્ચ કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.17,290ના ભાવે ખૂલી, રૂ.187 વધી રૂ.17288 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.30 વધી રૂ.1033.30 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 25,609 સોદાઓમાં રૂ.3,758.62 કરોડનાં 7,252.776 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 90,234 સોદાઓમાં કુલ રૂ.2,930.80 કરોડનાં 429.688 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 40,223 સોદાઓમાં રૂ.4,044.53 કરોડનાં 54,42,200 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 14,527 સોદાઓમાં રૂ.776 કરોડનાં 22103750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 712 સોદાઓમાં રૂ.98.40 કરોડનાં 25950 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 252 સોદાઓમાં રૂ.11.21 કરોડનાં 108.72 ટન, રબરના વાયદાઓમાં 4 સોદાઓમાં રૂ.0.07 કરોડનાં 4 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 24,068.613 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 344.657 ટન, ક્રૂડ તેલમાં 648700 બેરલ અને નેચરલ ગેસમાં 7520000 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 189275 ગાંસડી, મેન્થા તેલમાં 364.68 ટન, રબરમાં 52 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 934 સોદાઓમાં રૂ.74.99 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 913 સોદાઓમાં રૂ.72.67 કરોડનાં 956 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 18 સોદાઓમાં રૂ.2.04 કરોડનાં 18 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 3 સોદાઓમાં રૂ..28 કરોડનાં 3 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 755 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 248 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 44 લોટ્સના સ્તરે રહ્યો હતો. એનર્જીડેક્સ એપ્રિલ વાયદો 7,500ના સ્તરે ખૂલી, ઊપરમાં 7,500 અને નીચામાં 7,430ના સ્તરને સ્પર્શી, 70 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 263 પોઈન્ટ ઘટી 7,454ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ માર્ચ વાયદો 15,298ના સ્તરે ખૂલી, 170 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 206 પોઈન્ટ ઘટી 15,160ના સ્તરે અને મેટલડેક્સમાર્ચ વાયદો 22,831ના સ્તરે ખૂલી, 426 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 59 પોઈન્ટ વધી 22660ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 137421 સોદાઓમાં રૂ.14,623.83 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,789.77 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.46.86 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.12,421.46 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.365.33 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 278.97 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ માર્ચ રૂ.7,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.208.10 ખૂલી, ઊપરમાં રૂ.255 અને નીચામાં રૂ.120 રહી, અંતે રૂ.266.40 ઘટી રૂ.149 થયો હતો. જ્યારે સોનું માર્ચ રૂ.54,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.146 ખૂલી, ઊપરમાં રૂ.168 અને નીચામાં રૂ.84 રહી, અંતે રૂ.92 ઘટી રૂ.92 થયો હતો. નેચરલ ગેસ માર્ચ રૂ.350ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.16 ખૂલી, ઊપરમાં રૂ.17 અને નીચામાં રૂ.14.15 રહી, અંતે રૂ.3.25 ઘટી રૂ.14.95 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ માર્ચ રૂ.7,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.126 ખૂલી, ઊપરમાં રૂ.456.10 અને નીચામાં રૂ.126 રહી, અંતે રૂ.258.40 વધી રૂ.366.60 થયો હતો. જ્યારે સોનું માર્ચ રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.190 ખૂલી, ઊપરમાં રૂ.295 અને નીચામાં રૂ.190 રહી, અંતે રૂ.120 વધી રૂ.279.50 થયો હતો. નેચરલ ગેસ માર્ચ રૂ.350ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.13.40 ખૂલી, ઊપરમાં રૂ.16.60 અને નીચામાં રૂ.13.25 રહી, અંતે રૂ.3 વધી રૂ.15.80 થયો હતો.
- નૈમિષ ત્રિવેદી