મુંબઈ કોંગ્રેસ અને ઉત્તર-પશ્ચિમ જિલ્લા અધ્યક્ષ યુવા નેતા સુફિયાન મોહસીન હૈદર દ્વારા કોરોનાના કપરા કાળમાં પોતાનો જીવ જોખમમાં મુકી મુંબઈગરાની સેવા કરનારા મુંબઈ મહાપાલિકાના ફ્રન્ટલાઇન વૉરિયર ઘનકચરા વ્યવસ્થાપન, મેઇન્ટેનન્સના અધિકારી અને પાલિકા કર્મચારી, સ્વચ્છ મુંબઈ પ્રબોધન અભિયાન સ્વયંસેવક, ચોમાસા પૂર્વે નાળા સફાઈ કરનારા મજૂરો અને ઑટોરિક્ષા ડ્રાઇવરોને પુષ્પગુચ્છ, શાલ આપી સત્કાર કરવાની સાથે તમામને જીવન રક્ષક કિટ અને છત્રીના વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ અને વિધાનસભ્ય. ભાઈ જગતાપ અને ભૂતપૂર્વ સાંસદ અને મુંબઈ પ્રદેશના માજી અધ્યક્ષ સંજય નિરૂપમ સહિત અન્ય મહેમાનો, યુવક કોંગ્રેસ નેતા સૂરજ સિંહ ઠાકુર, અખિલ ભારતીય યુવક કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા સાનપ, મુંબઈ કોંગ્રેસ મહાસચિવ નિતીન સાવંત સહિત અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.