લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3231 A1 દ્વારા વિવિધ ભાષાના એડિટર્સને એવોર્ડ
મુંબઈ : સપ્ટેમ્બર મહિનો એડિટર માસ તરીકે ઉજવાય છે અને 28 સપ્ટેમ્બરને તંત્રી દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ નિમિત્તે લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3231 A1 દ્વારા મુંબઈના વિવિધ ભાષાના તંત્રીઓનું એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી સમયાંતરે ડિજિટલ સાપ્તાહિકનું નિયમિત પ્રકાશન કરતા સ્નેહલ મહેતાને લાયન્સ ઇન્ટરનેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષથી વધુની કારકિર્દી દરમિયાન તેમણે વિવિધ જવાબદારીઓ નિભાવી છે.

ઉપરાંત નવભારત દૈનિકના તંત્રી ભગવતી મિશ્રાનું પણ એવોર્ડ આપી સન્માન કરાયું હતું. વિશ્વભરમાં 200થી વધુ શાખાઓ ધરાવતી લાયન્સ ઇન્ટરનેશનલ માનવસેવા, જીવદયા સહિત વિવિધ સેવાકીય અને સખાવતી પ્રવૃત્તિઓ માટે જાણીતી છે. તમામ એવોર્ડ PRO ટીમ દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા.





