ભારતીય જનતા પાર્ટી મીરા ભાયંદર શહેર જિલ્લા પ્રભાગ ૨૧ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ અને મફત ચશ્મા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મીરા રોડ સ્ટેશન પાસે પૂર્વ નગરસેવક મનોજ દુબેની દેખરેખ હેઠળ આયોજિત કેમ્પનો સેંકડો નગરજનોએ લાભ લીધો હતો.

આરબીએલ બેંકના સહયોગમાં યોજાયેલા કેમ્પમાં સીબીસી, રેન્ડમ બ્લડ સુગર, કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેશર, વિટામિન બી૧૨, થાયરોઈડ ટેસ્ટ, વિટામિન ડી૩ ઉપરાંત આંખોની ચકાસણી વિનામૂલ્યે કરવામાં આવી હતી. એ સાથે જરૂરિયાતમંદોને ચશ્મા પણ ફ્રી આપવામાં આવ્યા હતાં.

મેડિકલ કેમ્પની સાથે મહારાષ્ટ્ર રાજ્યની લાડલી બહીણ યોજના માટે જરૂરી કેવાયસી પણ જરૂરિયાતમંદ બહેનોને કરી અપાયા હતા.






