વ્યવસાયે પૂજારી, મુખ્યત્વે બેંગ્લોરના પીન્યા નજીક સિદેહલ્લી ગામમાં સ્થિત નરસિંહ મૂર્તિ હનુમાનથ્રાય મંદિરના ફિલ્મોના શોખીન પૂજારીએ બે ફીચર ફિલ્મો બનાવી છે. હવે તેમણે AI ટેક્નિકનો ઉપયોગ કરી વિશ્વની પ્રથમ કન્નડ ફિલ્મ લવ યુ બનાવી છે. ફિલ્મ વિશે જણાવતા નરસિંહ કહે છે કે મારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નિકનો ઉપયોગ કરી વિશ્વની પ્રથમ AI ફિલ્મ બનાવવા માંગતો હતો.

ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક નરસિંહ કહે છે કે, હું ફિલ્મને એક જ સ્ક્રીન પર બતાવીને એક રેકૉર્ડ બનાવવા માંગુ છું. ફિલ્મના નિર્માણમાં સામેલ એઆઈ ટેક્નિશિન અને ગ્રાફિક ડિઝાઇનર નુથનનું મહત્વનું યોગદાન છે. મૂર્તિ વધુમાં કહે છે કે, અમે લગભગ 30 જેટલા AI પ્રોગ્રામોનું પરીક્ષણ કર્યું, સોફ્ટવેરનો કુલ ખર્ચ લગભગ 10 લાખ રૂપિયા થયો. 95 મિનિટની ફિલ્મ બનાવવામાં છ મહિના લાગ્યા, અને તેમાં 12 ગીતો છે. AI ટેકનોલોજી એટલી ઝડપથી બદલાઈ રહી છે કે ઉપયોગમાં લેવાતા સાધનો ટૂંક સમયમાં જૂનવાણી થઈ જશે. અમે એમ નથી કહી રહ્યા કે ફિલ્મ સંપૂર્ણ છે, કારણ કે અમને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો. દરેક પાત્રને દર્શાવવામાં ખામીઓ હતી. ભાવનાત્મક અભિવ્યક્તિ ફિલ્માવવામાં ઘણી મુશ્કેલીઓ પડી. નુથન કહે છે કે જો આપણે આજે આ ફિલ્મ બનાવી હોત, તો તે વધુ સારું હોત કારણ કે તેમાં ઓછો સમય લાગ્યો હોત અને હજાર ઘણું સારું પરિણામ આવ્યું હોત. કારણ, અમે જે ટેક્નિકનો ઉપયોગ કર્યો છે તે માત્ર છ મહિના જૂની છે પણ અત્યારની ટેક્નિક હોત તો ઓછા સમય અને ખર્ચમાં સારી ફિલ્મ બનાવી શક્યા હોત. તેઓ વધુમાં જણાવે છે કે, હું ગ્રાફિક ડિઝાઇનર છું અને જાહેરાતમાં ક્ષેત્રમાં હતો અને મને AIનું જ્ઞાન હતું. આ એક નવો અનુભવ હતો. મને એક સ્ક્રિપ્ટ આપો તો આજની ટેક્નિકનો ઉપયોગ કરી હું બે મહિનામાં આ ફિલ્મ બનાવી શકું છું.
મૂર્તિ અને નુથન હાલમાં ઐતિહાસિક થીમ પર આધારિત બે વધુ AI ફિલ્મો પર કામ કરી રહ્યા છે. એક કેમ્પેગૌડાના જીવનચરિત્ર પર અને બીજી ઇમાદી પુલકેશી પર. પહેલી ફિલ્મ બે મહિનામાં પૂર્ણ થશે, અને હવે લવ યુના કલાકારો બોક્સ ઓફિસ પર નજર રાખી રહ્યા છે. મુખ્ય પાત્રો, નૂતન અને અશ્વિની, તેમના અવાજો સાથે, સંપૂર્ણપણે AI દ્વારા બનાવવામાં આવ્યા હતા. મૂર્તિએ ફિલ્મના સંવાદ અને ગીતો લખ્યા છે.






