• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Travel

તમારી પારિવારિક રજાની મોજ માણો સિંગાપોરમાં

સિંગાપોર એરલાઇન્સનું વિશિષ્ટ અભિયાન “એન્જોય યોર ફેમિલી ટાઇમ્સ નાઉ ઇન સિંગાપોર”

by P C KAPADIA
May 6, 2022
in Travel
0
તમારી પારિવારિક રજાની મોજ માણો સિંગાપોરમાં
Share on FacebookShare on Twitter

ભારતમાં ઉનાળાની વેકેશન સિઝન શરૂ થવાની સાથે સિંગાપોર ટૂરિઝમ બોર્ડ (એસટીબી) અને સિંગાપોર એરલાઇન્સે તેમના ડેસ્ટિનેશન પાર્ટનર્સ સાથે ભારતીય પરિવારોને આ લોકપ્રિય ટાપુ પ્રવાસન સ્થળ પર ફરી આવકારવા એક વિશિષ્ટ અભિયાનની જાહેરાત કરી છે. આ અભિયાનનું નામ છે –“એન્જોય યોર ફેમિલી ટાઇમ્સ નાઉ ઇન સિંગાપોર.” ભારતીય પ્રવાસીઓ વચ્ચે સદાબહાર લોકપ્રિય પ્રવાસન સ્થળ સિંગાપોર સ્કૂલ હોલિડે સિઝન માટે અનેક નવા પારિવારિક મનોરંજન અનુભવો સાથે સજ્જ છે.

ભારત સિંગાપોરમાં આવતા પ્રવાસીઓ માટે ટોચનું સ્તોત્ર બજાર છે અને ઓડિયન્સ સેગમેન્ટ તરીકે પારિવારિક પ્રવાસ ટોચનું સ્થાન ધરાવે છે. પ્રવાસ સાથે સંબંધિત નિયંત્રણો લગભગ કોવિડ-પૂર્વેની સ્થિતિ જેવા થઈ જવાથી સંપૂર્ણ રસીકરણ પ્રાપ્ત પ્રવાસીઓ ડેસ્ટિનેશન પર પહોંચતા નેગેટિવ પ્રી-ડિપાર્ચર ટેસ્ટ રજૂ કરીને સિંગાપોરનો ક્વૉરેન્ટાઇન-મુક્ત પ્રવાસ માણી શકે છે. કોવિડ સલામતીની આચારસંહિતા પણ શહેરમાં નોંધપાત્ર રીતે હળવી થઈ છે.

સિંગાપોરની અંદર પ્રવાસ અને અનુભવની સરળતાએ ઉનાળા દરમિયાન સિંગાપોરમાં પ્રવાસન સાથે સંબંધિત રસમાં વધારો કર્યો છે. “ફેમિલી ટાઇમ્સ નાઉ” અભિયાન શાળાના વેકેશન દરમિયાન પ્રવાસની પરંપરાગત પીક સિઝન માટે ખાસ બનાવવામાં આવ્યું છે તથા એપ્રિલની મધ્યથી 30 જૂન, 2022 સુધી ચાલશે.

ભારતીય પારિવારિક પ્રવાસીઓ સિંગાપોરના નવા અનુભવો માણી શકે છે, જેની સાથે તેમને સિંગાપોર એરલાઇન્સ પર 12 વર્ષથી ઓછી વયના બાળકો માટે એરફેર પર 50 ટકા ડિસ્કાઉન્ટ મળશે. પ્રમોશનમાં સેન્ટોસા ડેવલપમેન્ટ કોર્પોરેશન, રિસોર્ટ્સ વર્લ્ડ સેન્ટોસા, ગાર્ડન્સ બાય ધ બે, મન્ડાઈ વાઇલ્ડલાઇફ ગ્રૂપ, મેરિના બે સેન્ડ્સ, જેવેલ ચાંગી એરપોર્ટ અને પ્રવાસનો અનુભવ આપતું પ્લેટફોર્મ પેલાગો જેવા સિંગાપોરના એવોર્ડવિજેતા પાર્ટનર્સ પણ સામેલ છે, જે આ ઉનાળાની સિઝનને પરિવાર સાથે સિંગાપોરની મુલાકાત લેવા શ્રેષ્ઠ સમય બનાવે છે.

આ એસટીબી ઇન્ડિયાનું મહામારી પછી પ્રથમ મોટું વ્યૂહાત્મક અભિયાન છે, જેમાં પેલાગો, મેક માય ટ્રિપ, ઇઝમાય ટ્રિપ, થોમસ કૂક, એસઓટીસી અને એફસીએમ જેવા કેટલાંક પ્રસિદ્ધ પાર્ટનર્સ સંકળાયેલા છે, જેઓ સમગ્ર ભારતમાં અભિયાનને વિસ્તૃતપણે આગળ વધારે છે.

પરિવાર-કેન્દ્રિત પ્રોત્સાહનો પર ભારત, મધ્ય પૂર્વ અને દક્ષિણ એશિયાના રિજનલ ડિરેક્ટર શ્રી જી બી શ્રીથરે કહ્યું હતું કે, “સિંગાપોર ભારતીય પ્રવાસીઓ માટે સૌથી વધુ લોકપ્રિય પારિવારિક પ્રવાસન સ્થળ છે. અમને ઉનાળાની પીક પ્રવાસ સિઝન દરમિયાન તેમને પરિવાર સાથે  સિંગાપોરમાં ફરી આવકારવાની ખુશી છે. અમારા ટૂરિઝમ પાર્ટનર્સ સાથે સંયુક્તપણે અમે 12 વર્ષથી ઓછી વય ધરાવતા બાળકો માટે અડધી કિંમતે વિવિધ મનોરંજક અનુભવો આપવા સજ્જ છીએ. બે વર્ષના વિરામ પછી અમે સર્વોચ્ચ સ્વચ્છતા અને સલામતીના ધારાધોરણો સાથે નવા અને પરિચિત પારિવારિક અનુભવો સાથે નવા સિંગાપોરમાં ભારતીય પ્રવાસીઓને આવકારવા આતુર છીએ.”

સિંગાપોર એરલાઇન્સ માટે ભારતના જનરલ મેનેજર શ્રી સી યેન ચેને ઉમેર્યું હતું કે, “ભારતમાંથી આંતરરાષ્ટ્રીય પ્રવાસન ફરી શરૂ થવાની સાથે પરિવારો માટે ફરી એક વાર સંયુક્તપણે સમર વેકેશનની યોજના બનાવવાનું શક્ય બન્યું છે અને સિંગાપોરથી વધારે શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ બીજું કયું હોઈ શકે? ગાર્ડન સિટી ભારતના બજાર માટે હંમેશા પરિવારની પસંદગીનું આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ રહ્યું છે, કારણ કે આ તમામ વયજૂથના લોકો માટે કશું ને કશું ઓફર કરે છે. અમે સિંગાપોરના પ્રવાસ માટે ઊંચી માંગ જોઈ રહ્યાં છીએ અને બાળકો માટે એરફેરમાં અમારું સ્પેશ્યલ 50 ટકા ડિસ્કાઉન્ટ મનોરંજન વેકેશન માણવા માટે અમારા યુવાન ગ્રાહકો બાળકોને બોર્ડ પર આવકારવાની અમારી રીત છે.”

અત્યારે સિંગાપોર એરલાઇન્સ ભારતમાં આઠ શહેરોમાંથી 66 સાપ્તાહિક ફ્લાઇટ ઓપરેટ કરે છે. આ 8 શહેરો છે – અમદાવાદ, બેંગાલુરુ, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, કોચી, કોલકાતા અને મુંબઈ.

સહભાગી પ્રવાસન પાર્ટનર્સને “ફેમિલી ટાઇમ્સ નાઉ” પ્રમોશન્સનો ભાગ બનવાની ખુશી છેઃ

સેન્ટોસા ડેવલપમેન્ટ કોર્પોરેશનના ડિવિઝનલ ડિરેક્ટર, બિઝનેસ એન્ડ એક્સપિરિયન્સ ડેવલપમેન્ટ શ્રી ચ્યૂ તિઓંગ હેંગે કહ્યું હતું કેઃ “એરપોર્ટ અને શહેરથી ગણતરીની મિનિટોના અંતરે સ્થિત સેન્ટોસા એક ટાપુ છે, જે મુલાકાતીઓને સિંગાપોરની વિવિધ વાનગીઓનો સ્વાદ માણવાની તક આપે છે. આ ભારતીય પરિવારો દ્વારા સૌથી વધુ મુલાકાત લેવાતું સ્થળ છે, ખાસ કરીને બાળકો સાથે પરિવારો દ્વારા. તાજેતરમાં શરૂ થયેલા અને સેન્ટાસોની 50મી વર્ષગાંઠની એક વર્ષ લાંબી ઉજવણીના ભાગરૂપે ઉમેરાયેલા નવા આકર્ષણો સાથે મુલાકાતીઓ તમામ વયજૂથને આનંદ પ્રદાન કરતી વિવિધ ઓફ સાથે સેન્ટોસાને નવા સ્વરૂપમાં માણી શકશે.”

મન્ડાઈ વાઇલ્ડલાઇફ ગ્રૂપના ચીફ સેલ્સ એન્ડ માર્કેટિંગ ઓફિસર જીન ચોઈએ કહ્યું હતું કેઃ “જ્યારે આંતરરાષ્ટ્રીય સરહદો બંધ થઈ હતી, ત્યારે અમે અમારા પાર્કમાં ઓફરમાં નવીનતા લાવવાની અને નવેસરથી પ્રસ્તુત કરવાની તક ઝડપી લીધી હતી. અમે ભારતમાંથી પ્રવાસીઓને ફરી આવકારવા અને બે વર્ષ પછી અમારા પ્રાણીઓના પરિવાર સાથે અર્થપૂર્ણ રીતે મળવાનો અનુભવ તેમને પ્રદાન કરવા આતુર છીએ. પ્રાણીઓ જોવા ઉપરાંત બાળકો અને પુખ્તો પ્રકૃતિ સાથે ભળી શકશે, પ્રાણીઓને સાચવતા લોકો અને પ્રાણીઓ સાથે સંવાદ કરી શકશે તથા તેમની સાથે સંવાદ સાધવાનું શીખી શકશે.”

સહભાગીઓના આકર્ષણમાં આ સામેલ છેઃ સિંગાપોર ઝૂ, રિવર વન્ડર્સ, નાઇટ સફારી, જુરોંગ બર્ડ પાર્ક, ગાર્ડન્સ બાય ધ બે (ફ્લાવર ડોમ, ક્લાઉડ ફોરેસ્ટ અને ફ્લોરલ ફેન્ટસી), મેરિના બે સેન્ડ્સ પર સ્કાયપાર્ક, ચાંગી એક્સિપિરિયન્સ સ્ટુડિયો તથા આઇફ્લાય, મેડમ ટુસાડ, લ્યુજ સહિત સેન્ટોસા ટાપુના વિવિધ આકર્ષણો તેમજ રિસોર્ટ્સ વર્લ્ડ સેન્ટોસામાં એડવેન્ચર કોવ વોટરપાર્ક વગેરેમાં 12 વર્ષથી ઓછી વય ધરાવતા બાળકો માટે પ્રવેશની ફી પર 50 ટકા ડિસ્કાઉન્ટની ઓફર (સંપૂર્ણ યાદી જોવા મુલાકાત લો:https://pages.pelago.co/pelagosg50). મર્યાદિત ગાળાની ઓફર આ ઉનાળાના ગાળાને સિંગાપોરની મુલાકાત લેવા અને પ્રવાસની સુંદર યાદો બનાવવા સારો સમય છે.

Tags: SingaporeSingapore AirlinesSingapore TourismTouristVacationટુરિસ્ટવેકેશનસિંગાપોરસિંગાપોર એરલાઇન્સસિંગાપોર ટુરિઝમ
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

વાયદા બજારમાં સોનામાં રૂ.349 અને ચાંદીમાં રૂ.261ની વૃદ્ધિઃ ક્રૂડ તેલ પણ વધ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com