ક્રૂડ તેલના વાયદાના ભાવ
વિક્લી માર્કેટ રિપોર્ટ
કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 25થી 31 માર્ચના સપ્તાહ દરમિયાન 2,296,854 સોદાઓમાં કુલ રૂ.194,180.31 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના એપ્રિલ વાયદામાં 645 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના એપ્રિલ વાયદામાં 1350 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના એપ્રિલ વાયદામાં 720 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 862,677 સોદાઓમાં કુલ રૂ.53,515.38 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.52,075ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.52,100 અને નીચામાં રૂ.50,354ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.493 ઘટી રૂ.51,585ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.237 ઘટી રૂ.41,219 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.22 ઘટી રૂ.5,145ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,924ના ભાવે ખૂલી, રૂ.208 ઘટી રૂ.51,633ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.69,663ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.69,663 અને નીચામાં રૂ.65,299ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ. 1833 ઘટી રૂ.67,487ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 1739 ઘટી રૂ.67,660 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1,739 ઘટી રૂ.67,662 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 66,998 સોદાઓમાં રૂ.12,790.52 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.13.25 વધી રૂ.297.25 અને જસત માર્ચ વાયદો રૂ.13.40 વધી રૂ.347ના ભાવ થયા હતા. આ સામે તાંબુ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.8.55 વધી રૂ.821.30 અને નિકલ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.159.1 વધી રૂ.2,484.40 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.10.10 વધી રૂ.191ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 698,252 સોદાઓમાં કુલ રૂ.60,759.39 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.8,624ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.8,715 અને નીચામાં રૂ.7,426ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.900 ઘટી રૂ.7,766 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.17.80 વધી રૂ.436.40 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 13,088 સોદાઓમાં રૂ.1,661.20 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.2,197.50 બંધ થયો હતો. કોટન માર્ચ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.40,630ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.43,100 અને નીચામાં રૂ.40,530ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,910 વધી રૂ.43,370ના સ્તરે પહોંચ્યો હતો. રબર માર્ચ કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.16,700ના ભાવે ખૂલી, રૂ.57 ઘટી રૂ.16865 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.170.60 વધી રૂ.1184.40 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન, એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 180,233 સોદાઓમાં રૂ.30,264.61 કરોડનાં 58,802.234 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 682,444 સોદાઓમાં કુલ રૂ.23,250.77 કરોડનાં 3,435.650 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 382,456 સોદાઓમાં રૂ.37,885.22 કરોડનાં 47,085,500 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 315,796 સોદાઓમાં રૂ.22,874 કરોડનાં 544881250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 11,027 સોદાઓમાં રૂ.1,571.67 કરોડનાં 373350 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 1,966 સોદાઓમાં રૂ.86.72 કરોડનાં 809.64 ટન, રબરના વાયદાઓમાં 83 સોદાઓમાં રૂ.2.11 કરોડનાં 121 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 21,193.354 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 329.848 ટન, ક્રૂડ તેલમાં 502400 બેરલ અને નેચરલ ગેસમાં 12592500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 157725 ગાંસડી, મેન્થા તેલમાં 444.24 ટન, રબરમાં 65 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન 6417 સોદાઓમાં રૂ.516.14 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 6,357 સોદાઓમાં રૂ.509.59 કરોડનાં 6,753 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 26 સોદાઓમાં રૂ.2.97 કરોડનાં 27 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 34 સોદાઓમાં રૂ.3.58 કરોડનાં 34 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 607 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 41 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 39 લોટ્સના સ્તરે રહ્યો હતો. એનર્જી ઈન્ડેક્સ એપ્રિલ વાયદો 8,730ના સ્તરે ખૂલી, ઊપરમાં 8,840 અને નીચામાં 8,120ના સ્તરને સ્પર્શી, 720 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 473 પોઈન્ટ ઘટી 8,258ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ એપ્રિલ વાયદો 15,395ના સ્તરે ખૂલી, 645 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 221 પોઈન્ટ ઘટી 15,164ના સ્તરે અને મેટલડેક્સએપ્રિલ વાયદો 21,850ના સ્તરે ખૂલી, 1350 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 767 પોઈન્ટ ઘટી 21100ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 649422 સોદાઓમાં રૂ.64,937.68 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,662.05 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.619.11 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.53,097.35 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.6,554.21 કરોડનાં કામકાજ થયાં હતાં.
- નૈમિષ ત્રિવેદી