સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી સુધારોઃ મેન્થા તેલ, રબર ઢીલાઃ બુલડેક્સ વાયદામાં 82 પોઈન્ટ અને મેટલડેક્સ વાયદામાં 670 પોઈન્ટની મૂવમેન્ટ
કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,56,348 સોદાઓમાં કુલ રૂ.15,175.42 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના માર્ચ વાયદામાં 82 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના એપ્રિલ વાયદામાં 670 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 55,286 સોદાઓમાં કુલ રૂ.3,710.82 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.51,702ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.51,924 અને નીચામાં રૂ.51,648ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.49 વધી રૂ.51,816ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.33 ઘટી રૂ.41,211 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.1 ઘટી રૂ.5,123ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,666ના ભાવે ખૂલી, રૂ.22 વધી રૂ.51,602ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.68,263ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,495 અને નીચામાં રૂ.68,102ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 127 વધી રૂ.68,391ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 114 વધી રૂ.68,523 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.110 વધી રૂ.68,513 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 14,930 સોદાઓમાં રૂ.2,805.02 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.3.15 ઘટી રૂ.293.25 અને જસત માર્ચ વાયદો રૂ.6.55 ઘટી રૂ.339ના ભાવ થયા હતા. આ સામે તાંબુ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.3.90 ઘટી રૂ.822.05 અને નિકલ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.96.2 વધી રૂ.2,283.90 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.85 ઘટી રૂ.182ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 46,351 સોદાઓમાં કુલ રૂ.3,814.02 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.8,781ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.8,858 અને નીચામાં રૂ.8,634ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.55 વધી રૂ.8,786 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.80 વધી રૂ.400 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 2,523 સોદાઓમાં રૂ.271.52 કરોડનાં કામકાજ થયા હતા. કોટન માર્ચ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.40,290ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.40,640 અને નીચામાં રૂ.39,980ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.250 ઘટી રૂ.40,200ના સ્તરે પહોંચ્યો હતો. રબર માર્ચ કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.16,950ના ભાવે ખૂલી, રૂ.64 ઘટી રૂ.16922 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.56.10 ઘટી રૂ.1013.80 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 17,377 સોદાઓમાં રૂ.2,479.10 કરોડનાં 4,780.015 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 37,909 સોદાઓમાં કુલ રૂ.1,231.72 કરોડનાં 180.013 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 23,758 સોદાઓમાં રૂ.2,384.17 કરોડનાં 27,25,600 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 22,593 સોદાઓમાં રૂ.1,430 કરોડનાં 35887500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 1,729 સોદાઓમાં રૂ.237.97 કરોડનાં 58650 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 781 સોદાઓમાં રૂ.33.33 કરોડનાં 313.56 ટન, રબરના વાયદાઓમાં 13 સોદાઓમાં રૂ.0.22 કરોડનાં 13 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 25,116.091 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 339.148 ટન, ક્રૂડ તેલમાં 959300 બેરલ અને નેચરલ ગેસમાં 11827500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 190825 ગાંસડી, મેન્થા તેલમાં 412.56 ટન, રબરમાં 52 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 611 સોદાઓમાં રૂ.52.51 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 606 સોદાઓમાં રૂ.51.85 કરોડનાં 680 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 5 સોદાઓમાં રૂ..66 કરોડનાં 6 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 738 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 47 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ માર્ચ વાયદો 15,240ના સ્તરે ખૂલી, 82 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 32 પોઈન્ટ વધી 15,239ના સ્તરે અને મેટલડેક્સ એપ્રિલ વાયદો 21,300ના સ્તરે ખૂલી, 670 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 710 પોઈન્ટ વધી 21848ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 36647 સોદાઓમાં રૂ.4,521.53 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,343.81 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.21.63 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,191.92 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.964.17 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 135.48 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું માર્ચ રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.180 ખૂલી, ઊપરમાં રૂ.220 અને નીચામાં રૂ.137.50 રહી, અંતે રૂ.15.50 વધી રૂ.188.50 થયો હતો. જ્યારે ક્રૂડ તેલ એપ્રિલ રૂ.9,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.661 ખૂલી, ઊપરમાં રૂ.699 અને નીચામાં રૂ.597.30 રહી, અંતે રૂ.30 વધી રૂ.672.90 થયો હતો. નેચરલ ગેસ માર્ચ રૂ.400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.3.15 ખૂલી, ઊપરમાં રૂ.7.60 અને નીચામાં રૂ.1.50 રહી, અંતે રૂ.0.15 ઘટી રૂ.5.45 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું માર્ચ રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.30 ખૂલી, ઊપરમાં રૂ.35 અને નીચામાં રૂ.21 રહી, અંતે રૂ.12 ઘટી રૂ.28 થયો હતો. જ્યારે ક્રૂડ તેલ એપ્રિલ રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.365 ખૂલી, ઊપરમાં રૂ.411.30 અને નીચામાં રૂ.351.10 રહી, અંતે રૂ.6.80 ઘટી રૂ.373.90 થયો હતો. નેચરલ ગેસ માર્ચ રૂ.380ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.1 ખૂલી, ઊપરમાં રૂ.1.85 અને નીચામાં રૂ.0.15 રહી, અંતે રૂ.0.75 ઘટી રૂ.0.45 થયો હતો.
– નૈમિષ ત્રિવેદી






