સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિઃ કપાસ, કોટન, મેન્થા તેલ, રબરના વાયદામાં સાર્વત્રિક નરમાઈનો માહોલઃ બુલડેક્સ વાયદામાં 70 પોઈન્ટ, મેટલડેક્સ વાયદામાં 151 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 105 પોઈન્ટની મૂવમેન્ટ
ડેઈલી માર્કેટ રિપોર્ટ
કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,49,674 સોદાઓમાં કુલ રૂ.12,313.05 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 70 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 151 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના માર્ચ વાયદામાં 105 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 52,131 સોદાઓમાં કુલ રૂ.2,708.93 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.49,394ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.49,447 અને નીચામાં રૂ.49,291ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.51 ઘટી રૂ.49,334ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.13 વધી રૂ.39,396 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.2 વધી રૂ.4,897ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.49,332ના ભાવે ખૂલી, રૂ.41 ઘટી રૂ.49,291ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.63,019ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,369 અને નીચામાં રૂ.62,868ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 173 વધી રૂ.63,162ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. 169 વધી રૂ.63,343 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.170 વધી રૂ.63,346 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 11,426 સોદાઓમાં રૂ.2,200.37 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.1.80 વધી રૂ.258.80 અને જસત ફેબ્રુઆરી વાયદો રૂ.1.35 વધી રૂ.300ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.3.45 વધી રૂ.773.05 અને નિકલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.10.7 વધી રૂ.1,787 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.10 વધી રૂ.185ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 32,946 સોદાઓમાં કુલ રૂ.2,356.80 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,907ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,998 અને નીચામાં રૂ.6,900ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.89 વધી રૂ.6,980 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.21.60 વધી રૂ.341.50 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,883 સોદાઓમાં રૂ.223.55 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.2,021 બોલાઈ રહ્યો હતો. કોટન ફેબ્રુઆરી વાયદો 1 ગાંસડીદીઠ રૂ.38,180ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.38,180 અને નીચામાં રૂ.37,430ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.480 ઘટી રૂ.37,580ના સ્તરે પહોંચ્યો હતો. રબર ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.16,218ના ભાવે ખૂલી, રૂ.61 ઘટી રૂ.16170 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.50 ઘટી રૂ.956.40 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 8,207 સોદાઓમાં રૂ.1,193.57 કરોડનાં 2,418.947 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 43,924 સોદાઓમાં કુલ રૂ.1,515.36 કરોડનાં 2399 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 11,153 સોદાઓમાં રૂ.1,054.05 કરોડનાં 15,28,400 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 21,793 સોદાઓમાં રૂ.1,303 કરોડનાં 38958750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 1,705 સોદાઓમાં રૂ.217.59 કરોડનાં 57400 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 154 સોદાઓમાં રૂ.5.55 કરોડનાં 57.6 ટન, રબરના વાયદાઓમાં 23 સોદાઓમાં રૂ.0.37 કરોડનાં 23 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 19,077.913 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 495.996 ટન, ક્રૂડ તેલમાં 1222600 બેરલ અને નેચરલ ગેસમાં 9722500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 208425 ગાંસડી, મેન્થા તેલમાં 393.12 ટન, રબરમાં 67 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 1573 સોદાઓમાં રૂ.140.71 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 493 સોદાઓમાં રૂ.36.97 કરોડનાં 512 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 845 સોદાઓમાં રૂ.83.16 કરોડનાં 889 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 235 સોદાઓમાં રૂ.20.58 કરોડનાં 240 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 890 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 1,160 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 190 લોટ્સના સ્તરે રહ્યો હતો. એનર્જીડેક્સ માર્ચ વાયદો 6,816ના સ્તરે ખૂલી, ઊપરમાં 6,920 અને નીચામાં 6,815ના સ્તરને સ્પર્શી, 105 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 158 પોઈન્ટ વધી 6,911ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 14,428ના સ્તરે ખૂલી, 70 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 10 પોઈન્ટ વધી 14,432ના સ્તરે અને મેટલડેક્સફેબ્રુઆરી વાયદો 18,682ના સ્તરે ખૂલી, 151 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 99 પોઈન્ટ વધી 18760ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 49715 સોદાઓમાં રૂ.4,682.69 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.173.92 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.102.77 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,957.18 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.448.24 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 49.06 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.40 ખૂલી, ઊપરમાં રૂ.52 અને નીચામાં રૂ.23.10 રહી, અંતે રૂ.6.10 ઘટી રૂ.39.40 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.330ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.13 ખૂલી, ઊપરમાં રૂ.22.20 અને નીચામાં રૂ.13 રહી, અંતે રૂ.12.40 વધી રૂ.21.50 થયો હતો. સોનું માર્ચ રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.424.50 ખૂલી, ઊપરમાં રૂ.492.50 અને નીચામાં રૂ.424 રહી, અંતે રૂ.3 ઘટી રૂ.442 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6,900ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.56 ખૂલી, ઊપરમાં રૂ.71.90 અને નીચામાં રૂ.14.20 રહી, અંતે રૂ.67.20 ઘટી રૂ.17.30 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.330ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.12.10 ખૂલી, ઊપરમાં રૂ.14.35 અને નીચામાં રૂ.9.50 રહી, અંતે રૂ.9 ઘટી રૂ.10.05 થયો હતો. સોનું માર્ચ રૂ.48,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.249 ખૂલી, ઊપરમાં રૂ.259 અને નીચામાં રૂ.214 રહી, અંતે રૂ.12.50 ઘટી રૂ.236.50 થયો હતો.
– નૈમિષ ત્રિવેદી






