• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Tuesday, July 21, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં નરમાઈની આગેકૂચ

by P C KAPADIA
December 30, 2021
in Corporate
0
સોનાના વાયદાના ભાવમાં રૂ.527 અને ચાંદીમાં રૂ.1,457નો ઝડપી ઉછાળો
Share on FacebookShare on Twitter

કપાસ, કોટન, મેન્થા તેલ, રબરમાં સાર્વત્રિક સુધારાનો સંચારઃ સીપીઓ ઢીલુઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 55 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 87 પોઈન્ટની મૂવમેન્ટ

ડેઇલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 96,898 સોદાઓમાં કુલ રૂ.7,341.79 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જાન્યુઆરી વાયદામાં 55 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જાન્યુઆરી વાયદામાં 87 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 39,512 સોદાઓમાં કુલ રૂ.2,476.73 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,800ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,800 અને નીચામાં રૂ.47,610 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.168 ઘટી રૂ.47,671ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.559 ઘટી રૂ.38,308 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.6 વધી રૂ.4,795ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,850 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,850 અને નીચામાં રૂ.61,223 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.295 ઘટી રૂ.61,543 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.278 ઘટી રૂ.61,832 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.280 ઘટી રૂ.61,832 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 5,769 સોદાઓમાં રૂ.1,109.40 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.15 ઘટી રૂ.226 અને જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.35 વધી રૂ.286ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.50 ઘટી રૂ.756 અને નિકલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.8 ઘટી રૂ.1,557.40 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.30 ઘટી રૂ.186ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 31,402 સોદાઓમાં કુલ રૂ.1,964.23 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,736ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,739 અને નીચામાં રૂ.5,649 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.41 ઘટી રૂ.5,662 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.6.10 ઘટી રૂ.292.60 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 1,760 સોદાઓમાં રૂ.192.88 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,908ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1917 અને નીચામાં રૂ.1908 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.19 વધી રૂ.1,913 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ડિસેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.16,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,518 અને નીચામાં રૂ.16,500 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.631 વધી રૂ.16,514ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,088ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1088 અને નીચામાં રૂ.1088 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1.90 ઘટી રૂ.1088 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.11.70 વધી રૂ.999.90 અને કોટન ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.200 વધી રૂ.33,530 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 10,176 સોદાઓમાં રૂ.1,377.96 કરોડનાં 2,888.901 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 29,336 સોદાઓમાં કુલ રૂ.1,098.77 કરોડનાં 178.295 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.118.29 કરોડનાં 5,225 ટન, જસતના વાયદાઓમાં રૂ.151.96 કરોડનાં 5,300 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.310.16 કરોડનાં 4,162.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.506.83 કરોડનાં 3,253.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.22.16 કરોડનાં 1,190 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 8,901 સોદાઓમાં રૂ.732.04 કરોડનાં 12,86,200 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 22,501 સોદાઓમાં રૂ.1,232.19 કરોડનાં 4,22,00,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 5 સોદાઓમાં રૂ.0.19 કરોડનાં 20 ટન અને કોટનના વાયદાઓમાં 1,654 સોદાઓમાં રૂ.188.23 કરોડનાં 55500 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 74 સોદાઓમાં રૂ.2.86 કરોડનાં 28.8 ટન, રબરના વાયદાઓમાં 19 સોદાઓમાં રૂ.0.32 કરોડનાં 19 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 8 સોદાઓમાં રૂ.1.28 કરોડનાં 120 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 14,793.787 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 682.368 ટન, એલ્યુમિનિયમમાં 14,105 ટન, જસત વાયદામાં 9,795 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 11,067.500 ટન, નિકલ વાયદામાં 3,183 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 3,270 ટન, ક્રૂડ તેલમાં 8,85,600 બેરલ અને નેચરલ ગેસમાં 93,17,500 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 136 ટન, કોટનમાં 181275 ગાંસડી, મેન્થા તેલમાં 347.04 ટન, રબરમાં 75 ટન, સીપીઓમાં 71,410 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 906 સોદાઓમાં રૂ.74.03 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 471 સોદાઓમાં રૂ.35.41 કરોડનાં 505 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 349 સોદાઓમાં રૂ.32.18 કરોડનાં 373 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,945 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 984 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જાન્યુઆરી વાયદો 14,051ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,057 અને નીચામાં 14,002ના સ્તરને સ્પર્શી, 55 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 43 પોઈન્ટ ઘટી 14,028ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જાન્યુઆરી વાયદો 17,262ના સ્તરે ખૂલી, 87 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 36 પોઈન્ટ ઘટી 17,221ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 17,549 સોદાઓમાં રૂ.1,524.52 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.165.11 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.30.40 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,325.09 કરોડનાં કામકાજ થયાં હતાં.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

ક્રૂડ તેલના વાયદાના ભાવમાં બેરલદીઠ રૂ.69નો ઘટાડોઃ નેચરલ ગેસ પણ ઢીલું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com