• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 22, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

સોનાના વાયદાના ભાવમાં રૂ.302 અને ચાંદીમાં રૂ.1,289નો ઉછાળો

by P C KAPADIA
December 16, 2021
in Corporate
0
Share on FacebookShare on Twitter

કોટન, કપાસમાં તેજીનો માહોલઃ સીપીઓ, મેન્થા તેલમાં સુધારોઃ રબરમાં નરમાઈઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 54 પોઈન્ટ, મેટલડેક્સ ફ્યુચર્સમાં 196 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 30 પોઈન્ટની મૂવમેન્ટ

ડેઇલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,17,497 સોદાઓમાં કુલ રૂ.9,734.92 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ડિસેમ્બર વાયદામાં 54 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ડિસેમ્બર વાયદામાં 196 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના જાન્યુઆરી વાયદામાં 30 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 62,092 સોદાઓમાં કુલ રૂ.3,808.67 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,296ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,435 અને નીચામાં રૂ.48,276 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.302 વધી રૂ.48,389ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.189 વધી રૂ.38,636 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.21 વધી રૂ.4,807ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.60,352 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,600 અને નીચામાં રૂ.60,352 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1,289 વધી રૂ.61,497 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1,224 વધી રૂ.61,764 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1,230 વધી રૂ.61,765 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 13,393 સોદાઓમાં રૂ.2,610.96 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.50 વધી રૂ.216.90 અને જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.25 વધી રૂ.281ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.10.20 વધી રૂ.740.60 અને નિકલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.20.2 વધી રૂ.1,543.40 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1 વધી રૂ.186ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 26,032 સોદાઓમાં કુલ રૂ.1,817.94 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,451ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,482 અને નીચામાં રૂ.5,434 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.76 વધી રૂ.5,470 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.4.70 વધી રૂ.299.70 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 2,514 સોદાઓમાં રૂ.287.38 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,810ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1814 અને નીચામાં રૂ.1810 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.42.50 વધી રૂ.1,812.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ડિસેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.17,497ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,497 અને નીચામાં રૂ.17,199 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.198 ઘટી રૂ.17,263ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,055ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1079 અને નીચામાં રૂ.1055 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.9.40 વધી રૂ.1070.90 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.25.70 વધી રૂ.968.90 અને કોટન ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.350 વધી રૂ.31,930 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 10,886 સોદાઓમાં રૂ.1,435.81 કરોડનાં 2,970.546 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 51,206 સોદાઓમાં કુલ રૂ.2,372.86 કરોડનાં 385.568 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.222.22 કરોડનાં 10,245 ટન, જસતના વાયદાઓમાં રૂ.332.77 કરોડનાં 11,925 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,213.03 કરોડનાં 16,435 ટન, નિકલના વાયદાઓમાં રૂ.789.22 કરોડનાં 5,137.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.53.72 કરોડનાં 2,890 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 8,554 સોદાઓમાં રૂ.756.43 કરોડનાં 13,85,200 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 17,478 સોદાઓમાં રૂ.1,061.51 કરોડનાં 3,55,91,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 3 સોદાઓમાં રૂ.0.11 કરોડનાં 12 ટન અને કોટનના વાયદાઓમાં 1,153 સોદાઓમાં રૂ.121.26 કરોડનાં 37950 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 217 સોદાઓમાં રૂ.8.95 કરોડનાં 92.88 ટન, રબરના વાયદાઓમાં 23 સોદાઓમાં રૂ.0.42 કરોડનાં 24 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,118 સોદાઓમાં રૂ.156.64 કરોડનાં 14,690 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 13,171.779 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 669.048 ટન, એલ્યુમિનિયમમાં 9,390 ટન, જસત વાયદામાં 10,190 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 12,065 ટન, નિકલ વાયદામાં 2,683.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 3,550 ટન, ક્રૂડ તેલમાં 5,16,000 બેરલ અને નેચરલ ગેસમાં 1,14,30,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 92 ટન, કોટનમાં 145275 ગાંસડી, મેન્થા તેલમાં 352.44 ટન, રબરમાં 81 ટન, સીપીઓમાં 84,050 ટનના સ્તરે રહ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 11,519 સોદાઓમાં રૂ.1,035.97 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.199.47 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.54.64 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.776.88 કરોડનાં કામકાજ થયાં હતાં. તાજેતરમાં નવા શરૂ થયેલા નિકલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3.72 કરોડનાં 24 ટનનાં કામકાજ સાથે 186 ટનનો ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે નોંધાયો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,947 સોદાઓમાં રૂ.174 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 804 સોદાઓમાં રૂ.67.94 કરોડનાં 960 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,051 સોદાઓમાં રૂ.99.42 કરોડનાં 1,179 લોટ્સ તેમ જ એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 92 સોદામાં રૂ.6.64 કરોડનાં 96 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,736 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 670 લોટ્સ તથા એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 146 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 14,123ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,177 અને નીચામાં 14,123ના સ્તરને સ્પર્શી, 54 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 143 પોઈન્ટ વધી 14,169ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ડિસેમ્બર વાયદો 16,749ના સ્તરે ખૂલી, 196 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 192 પોઈન્ટ વધી 16,916ના સ્તરે પહોંચ્યો હતો. એનર્જી ઈન્ડેક્સનો જાન્યુઆરી વાયદો 5,520ના સ્તરે ખૂલી, 30 પોઈન્ટની મૂવમેન્ટ સાથે પ્રથમ સત્રનાં અંતે 76 પોઈન્ટ વધી 5,540ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

વાંદરાઓની વેરની લોહિયાળ વસુલાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com