ગુરૂ નાનક જયંતી નિમિત્તે પ્રથમ સત્રનાં કામકાજ બંધ રહ્યાઃ સોનાના વાયદાના ભાવમાં રૂ.233 અને ચાંદીમાં રૂ.655નો ઘટાડોઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિઃ સીપીઓ, મેન્થા તેલ, કપાસમાં સુધારોઃ રબરમાં નરમાઈઃ એનર્જી ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 159 પોઈન્ટ, બુલડેક્સ ફ્યુચર્સમાં 103 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 171 પોઈન્ટની મૂવમેન્ટ
ડેઈલી માર્કેટ રિપોર્ટ
કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર શુક્રવાર, 19 નવેમ્બરના રોજ ગુરૂ નાનક જયંતી નિમિત્તે પ્રથમ સત્રનાં કામકાજ બંધ રહ્યાં હતાં, જ્યારે બીજા સત્રનાં કામકાજ રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા. દરમિયાન, ગુરૂવાર, 18 નવેમ્બરના મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 3,56,262 સોદાઓમાં કુલ રૂ.29,676.16 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં નરમાઈનો માહોલ હતો. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.233 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.655 ઘટ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં વૃદ્ધિ હતી. કૃષિ કોમોડિટીઝમાં રૂ (કોટન)માં ચાલુ સિઝનનાં ઉચ્ચતમ કામકાજ નોંધાયાં હતાં. કોટનમાં 1,00,875 ગાંસડીના નોંધપાત્ર વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂ.400નો ઉછાળો રહ્યો હતો. સીપીઓ, મેન્થા તેલ અને કપાસમાં સાર્વત્રિક સુધારો હતો, જ્યારે રબરમાં નરમાઈ વાયદાના ભાવમાં રહી હતી. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના નવેમ્બર વાયદામાં 103 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના નવેમ્બર વાયદામાં 171 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. આ સામે ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના ડિસેમ્બર વાયદામાં 159 પોઈન્ટની મૂવમેન્ટ હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,72,333 સોદાઓમાં કુલ રૂ.9,801.99 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.49,199ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.49,273 અને નીચામાં રૂ.48,986 સુધી જઈ, બંને સત્રનાં અંતે રૂ.233 ઘટી રૂ.49,059ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.127 ઘટી રૂ.39,438 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ કોઈ ફેરફાર વગર રૂ.4,937ના ભાવે બંધ થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.66,401 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.66,568 અને નીચામાં રૂ.65,571 સુધી જઈ, બંને સત્રનાં અંતે રૂ.655 ઘટી રૂ.65,970 બંધ થયો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.628 ઘટી રૂ.66,141 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.640 ઘટી રૂ.66,127 બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ પર 76,438 સોદાઓમાં કુલ રૂ.5,913.61 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,749ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,861 અને નીચામાં રૂ.5,707 સુધી જઈ, બંને સત્રનાં અંતે 1 બેરલદીઠ રૂ.32 વધી રૂ.5,859 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ કોઈ ફેરફાર વગર રૂ.362.70 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ પર 4,994 સોદાઓમાં રૂ.586.72 કરોડનાં કામકાજ થયા હતા. એમસીએક્સ કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,740.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1740.50 અને નીચામાં રૂ.1740 સુધી જઈ, બંને સત્રનાં અંતે રૂ.23.50 વધી રૂ.1,740.50 બંધ થયો હતો. આ સામે રબર નવેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.18,161ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.18,345 અને નીચામાં રૂ.18,100 સુધી જઈ, બંને સત્રનાં અંતે રૂ.35 ઘટી રૂ.18,305ના ભાવે બંધ થયો હતો. સીપીઓ નવેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,132ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1147 અને નીચામાં રૂ.1129.50 સુધી જઈ, બંને સત્રનાં અંતે રૂ.10.50 વધી રૂ.1144 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.30 વધી રૂ.935.90 અને એમસીએક્સ કોટન નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.400 વધી રૂ.31,510 બંધ થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 26,111 સોદાઓમાં રૂ.3,970.74 કરોડનાં 8,075.854 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 1,46,222 સોદાઓમાં કુલ રૂ.5,831.25 કરોડનાં 879.221 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 30,972 સોદાઓમાં રૂ.2,778.40 કરોડનાં 48,07,400 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 45,466 સોદાઓમાં રૂ.3,135.21 કરોડનાં 8,48,80,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 2 સોદાઓમાં રૂ.0.07 કરોડનાં 8 ટન અને કોટનના વાયદાઓમાં 3,182 સોદાઓમાં રૂ.319.64 કરોડનાં 100875 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 147 સોદાઓમાં રૂ.5.94 કરોડનાં 63 ટન, રબરના વાયદાઓમાં 25 સોદાઓમાં રૂ.0.49 કરોડનાં 27 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,638 સોદાઓમાં રૂ.260.58 કરોડનાં 23,000 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ બંને સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 15,385.750 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 499.880 ટન, ક્રૂડ તેલમાં 5,42,800 બેરલ અને નેચરલ ગેસમાં 81,83,750 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 96 ટન, કોટનમાં 123925 ગાંસડી, મેન્થા તેલમાં 382.68 ટન, રબરમાં 56 ટન, સીપીઓમાં 90,650 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં એમસીએક્સ પર 6,036 સોદાઓમાં રૂ.551.74 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 2,325 સોદાઓમાં રૂ.183.23 કરોડનાં 2,487 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 3,080 સોદાઓમાં રૂ.320.16 કરોડનાં 3,926 લોટ્સના વેપાર થયા હતા, જ્યારે એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 631 સોદામાં રૂ.48.35 કરોડનાં 641 લોટ્સનું વોલ્યુમ નોંધાયું હતું. ઓપન ઈન્ટરેસ્ટ બંને સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,290 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 1,451 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 249 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ નવેમ્બર વાયદો 14,757ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,773 અને નીચામાં 14,670ના સ્તરને સ્પર્શી, 103 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 73 પોઈન્ટ ઘટી 14,712ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ નવેમ્બર વાયદો 16,250ના સ્તરે ખૂલી, 171 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 143 પોઈન્ટ ઘટી 16,232ના સ્તરે પહોંચ્યો હતો. એનર્જી ઈન્ડેક્સનો ડિસેમ્બર વાયદો 5,965ના સ્તરે ખૂલી, બંને સત્ર દરમિયાન 159 પોઈન્ટની મૂવમેન્ટ સાથે અંતે 16 પોઈન્ટ સુધરી 6,054ના સ્તરે બંધ થયો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, એમસીએક્સ પર કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 60,522 સોદાઓમાં રૂ.6,372.68 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,417.57 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.285.24 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,664.32 કરોડનાં કામકાજ થયાં હતાં.
નૈમિષ ત્રિવેદી






