કાર બંધમા પડતા સાસુ,સસરા અને વહુનું મૃત્યુ
ઔંરંગાબાદમા એકલહારા દેવીના દર્શન કરવા જતા પરિવાર પર કાળ ફરી વળ્યો હતો.છે દેવીના દર્શન કરવા જતા કાર બંધમા પડતા થયેલ અકસ્માતમા સાસુ, સસરા અને વહુના મોઢામા પાણી ઘુસી જતા તેઓનું મૃત્યુ થયુ હતુ.
કાર અકસ્માતમા એક જ પરિવારના ત્રણ સભ્યોના કમનસીબ મૃત્યુથી ગામમાં શોક ફેલાયો છે. પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે ડેમ પર કોઈ સુરક્ષાના કોઇ ઉપાય લેવામા ન આવ્યા હોવાથી અકસ્માત થયો હતો. કારને પાણીમાંથી બહાર કા્ઢવા માટે ૨૫ ફાયર ફાઇટરોએ પાંચ કલાક સુધી અથાક મહેનત કરી હતી. મૃતકોની ઓળખ વૈજનાથ ઉમાજી ચૌધરી (૫૨), મંગલ વૈજનાથ ચૌધરી (૪૫) અને સુકન્યા મધુર ચૌધરી (૨૨) તરીકે થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઔરંગાબાદના સેલુડ વિસ્તારના રહેવાસી મૃતક વૈજનાથ પોતાની પત્ની અને પુત્રવધૂ સાથે મંગળવારે બપોરે પોતાની કારમાં એકલહારા દેવીના દર્શન કરવા જઇ રહ્યા હતા. તેઓનો પહેલા જાદગાંવમાં તેના સંબંધીઓની મળીને ત્યાર બાદ અને એકલહારા દેવીની યાત્રા પર જવા નીકળ્યા હતા.
દરમિયાન, મંગળવારે બપોરે ૨.૩૦ વાગ્યાની આસપાસ લાડગાંવ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વૈજનાથે જાડગાંવમાં કોલ્હાપુરી બંધ પાસે તેમની કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર સીધી બંધમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાંથી કોઈ બચી શક્યુ ન હતુ. તેમ છતાં, વૈજનાથે તેના પરિવારને તેના મોબાઇલ પર અકસ્માતની જાણ કરી હતી.
બીજી જ ક્ષણે તેનો મોબાઈલ બંધ થઈ ગયો. સંબંધીઓએ જણાવ્યું હતું કે ડેમમાં ૩૦ થી ૪૦ ફૂટ ઉંડું પાણી હતું, જેના કારણે પાણી તેમના નાક વાટે શરીરમાં ઘૂસી ગયું હતું અને ત્રણેયના મોત થયા હતા. ઘટનાની જાણ થતાં ગ્રામજનો અને ફાયર ફાઇટર ઘટનાસ્થળે દોડી ગયા હતા. ૨૫ ફાયર ફાઇટરો દ્વારા પાંચ કલાકની મહેનત બાદ ક્રેનની મદદથી ભંગાર થયેલી કારને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી.