• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

નેચરલ ગેસમાં 4.57 કરોડ એમએમબીટીયૂના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં મામૂલી ઘટાડો

by P C KAPADIA
August 21, 2021
in Corporate
0
Share on FacebookShare on Twitter

ડેઈલી માર્કેટ રિપોર્ટ

સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈનો માહોલઃ કોટનમાં ઉછાળો
કપાસ, સીપીઓમાં સુધારાનો સંચારઃ મેન્થા તેલ, રબર ઢીલા
બુલડેક્સ ફ્યુચર્સમાં 69 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 131 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,30,927 સોદાઓમાં કુલ રૂ.9,854.52 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓગસ્ટ વાયદામાં 69 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓગસ્ટ વાયદામાં 131 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 53,371 સોદાઓમાં કુલ રૂ.2,632.46 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.46,950ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,022 અને નીચામાં રૂ.46,828 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.74 ઘટી રૂ.46,866ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.42 ઘટી રૂ.37,712 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.1 ઘટી રૂ.4,667ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.63,141 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,233 અને નીચામાં રૂ.62,535 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.573 ઘટી રૂ.62,665 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.587 ઘટી રૂ.62,932 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.589 ઘટી રૂ.62,933 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 11,192 સોદાઓમાં રૂ.2,009.53 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.85 ઘટી રૂ.207.30 અને જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.25 ઘટી રૂ.250ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.9.50 ઘટી રૂ.723.85 અને નિકલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.8.4 ઘટી રૂ.1,480.80 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.55 ઘટી રૂ.179ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 35,245 સોદાઓમાં કુલ રૂ.2,475.54 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,018ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,052 અને નીચામાં રૂ.4,961 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.86 ઘટી રૂ.4,995 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.1 ઘટી રૂ.287.40 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 1,980 સોદાઓમાં રૂ.291.13 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,476.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1490 અને નીચામાં રૂ.1476 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.18.50 વધી રૂ.1,481.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ઓગસ્ટ વાયદો 100 કિલોદીઠ રૂ.18,090ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.18,140 અને નીચામાં રૂ.18,020 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.62 ઘટી રૂ.18,103ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,194.60ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1194.60 અને નીચામાં રૂ.1175.10 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1.50 વધી રૂ.1183.50 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.20 ઘટી રૂ.933.40 અને કોટન ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.230 વધી રૂ.26,780 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 10,439 સોદાઓમાં રૂ.1,253.53 કરોડનાં 2,671.757 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 42,932 સોદાઓમાં કુલ રૂ.1,378.93 કરોડનાં 218.664 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.174.49 કરોડનાં 8,420 ટન, જસતના વાયદાઓમાં રૂ.235.72 કરોડનાં 9,470 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.982.10 કરોડનાં 13,5200 ટન, નિકલના વાયદાઓમાં રૂ.542.77 કરોડનાં 3,661.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.74.45 કરોડનાં 4,150 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 13,214 સોદાઓમાં રૂ.1,117.96 કરોડનાં 22,33,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 22,031 સોદાઓમાં રૂ.1,357.58 કરોડનાં 4,75,40,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 6 સોદાઓમાં રૂ.0.18 કરોડનાં 24 ટન અને કોટનના વાયદાઓમાં 468 સોદાઓમાં રૂ.39.05 કરોડનાં 14575 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 53 સોદાઓમાં રૂ.2.40 કરોડનાં 25.56 ટન, રબરના વાયદાઓમાં 26 સોદાઓમાં રૂ.0.51 કરોડનાં 28 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,427 સોદાઓમાં રૂ.248.99 કરોડનાં 21,230 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,745.999 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 732.131 ટન, એલ્યુમિનિયમમાં 12,115 ટન, જસત વાયદામાં 9,650 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 14,152.500 ટન, નિકલ વાયદામાં 3,0600 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 4,825 ટન, ક્રૂડ તેલમાં 7,54,400 બેરલ અને નેચરલ ગેસમાં 2,11,08,750 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 188 ટન, કોટનમાં 93725 ગાંસડી, મેન્થા તેલમાં 455.4 ટન, રબરમાં 165 ટન, સીપીઓમાં 85,890 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,316 સોદાઓમાં રૂ.109.48 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 584 સોદાઓમાં રૂ.44.50 કરોડનાં 631 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 732 સોદાઓમાં રૂ.64.98 કરોડનાં 823 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,475 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 862 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 14,136ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,142 અને નીચામાં 14,073ના સ્તરને સ્પર્શી, 69 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 45 પોઈન્ટ ઘટી 14,082ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓગસ્ટ વાયદો 15,875ના સ્તરે ખૂલી, 131 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 120 પોઈન્ટ ઘટી 15,773ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 27,823 સોદાઓમાં રૂ.2,336.38 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.150.48 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.64.22 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,120.94 કરોડનાં કામકાજ થયાં હતાં.

  • નૈમિષ ત્રિવેદી
Source: Multi Commodity Exchange of India Ltd.
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
બાર રાશિના ગુણ ધર્મો : આજની રાશિ છે કન્યા

બાર રાશિના ગુણ ધર્મો : આજની રાશિ છે કન્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com