ડેઈલી માર્કેટ રિપોર્ટ
બુલડેક્સ ફ્યુચર્સમાં 52 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 194 પોઈન્ટની મૂવમેન્ટઃ કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધ્યા
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 1,17,752 સોદાઓમાં કુલ રૂ.11,790.62 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જુલાઈ વાયદામાં 52 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓગસ્ટ વાયદામાં 194 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 46,515 સોદાઓમાં કુલ રૂ.3,963.19 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,446ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,592 અને નીચામાં રૂ.47,367 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.8 વધી રૂ.47,469ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.507 વધી રૂ.38,500 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.39 વધી રૂ.4,775ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,449ના ભાવે ખૂલી, કોઈ ફેરફાર વગર રૂ.47,455ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.67,357 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.67,357 અને નીચામાં રૂ.66,881 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.189 ઘટી રૂ.66,932 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.173 ઘટી રૂ.67,191 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.183 ઘટી રૂ.67,182 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 16,405 સોદાઓમાં રૂ.2,982.92 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.20 વધી રૂ.199 અને જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.65 ઘટી રૂ.251ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.6.85 ઘટી રૂ.769.40 અને નિકલ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.33.5 ઘટી રૂ.1,489.40 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.75 વધી રૂ.177ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 36,134 સોદાઓમાં કુલ રૂ.2,502.04 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,374ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,385 અને નીચામાં રૂ.5,338 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.18 વધી રૂ.5,374 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.70 ઘટી રૂ.302.50 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 3,360 સોદાઓમાં રૂ.498.42 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,420ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1420 અને નીચામાં રૂ.1409 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.22.50 વધી રૂ.1,417 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જુલાઈ વાયદો 100 કિલોદીઠ રૂ.16,901ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,901 અને નીચામાં રૂ.16,900 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.53 ઘટી રૂ.16,900ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જુલાઈ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,166.90ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1177 અને નીચામાં રૂ.1153.70 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.14.90 વધી રૂ.1170.60 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.21.10 વધી રૂ.951 અને કોટન જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.220 વધી રૂ.26,820 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 14,136 સોદાઓમાં રૂ.2,616.80 કરોડનાં 5,507.808 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 32,379 સોદાઓમાં કુલ રૂ.1,346.39 કરોડનાં 200.393 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.181.32 કરોડનાં 9,080 ટન, જસતના વાયદાઓમાં રૂ.335.16 કરોડનાં 13,655 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,520.38 કરોડનાં 20,0350 ટન, નિકલના વાયદાઓમાં રૂ.804.79 કરોડનાં 5,488.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.141.27 કરોડનાં 7,950 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 8,789 સોદાઓમાં રૂ.783.09 કરોડનાં 14,59,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 27,345 સોદાઓમાં રૂ.1,718.95 કરોડનાં 5,66,46,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 10 સોદાઓમાં રૂ.0.28 કરોડનાં 40 ટન અને કોટનના વાયદાઓમાં 383 સોદાઓમાં રૂ.48.48 કરોડનાં 17975 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 288 સોદાઓમાં રૂ.15.11 કરોડનાં 158.4 ટન, રબરના વાયદાઓમાં 80 સોદાઓમાં રૂ.1.78 કરોડનાં 105 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 2,599 સોદાઓમાં રૂ.432.77 કરોડનાં 37,560 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,516.449 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 625.842 ટન, એલ્યુમિનિયમમાં 10,585 ટન, જસત વાયદામાં 10,765 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 12,1400 ટન, નિકલ વાયદામાં 3,5430 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 7,265 ટન, ક્રૂડ તેલમાં 6,73,300 બેરલ અને નેચરલ ગેસમાં 2,49,05,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 124 ટન, કોટનમાં 156300 ગાંસડી, મેન્થા તેલમાં 531.72 ટન, રબરમાં 95 ટન, સીપીઓમાં 79,900 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 2,405 સોદાઓમાં રૂ.211.51 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 1,454 સોદાઓમાં રૂ.124.84 કરોડનાં 1,720 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 951 સોદાઓમાં રૂ.86.67 કરોડનાં 1,094 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,100 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,264 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જુલાઈ વાયદો 14,502ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,536 અને નીચામાં 14,484ના સ્તરને સ્પર્શી, 52 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 13 પોઈન્ટ ઘટી 14,499ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓગસ્ટ વાયદો 15,932ના સ્તરે ખૂલી, 194 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 177 પોઈન્ટ ઘટી 15,794ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 12,933 સોદાઓમાં રૂ.1,632.54 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.694.76 કરોડ, ચાંદી અને ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.51.33 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.886.07 કરોડનાં કામકાજ થયાં હતાં.
- નૈમિષ ત્રિવેદી






