• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 22, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

સોનાના વાયદાના ભાવમાં રૂ.186 અને ચાંદીમાં રૂ.401નો ઘટાડોઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિ

by P C KAPADIA
July 22, 2021
in Corporate
0
સોનાના વાયદાના ભાવમાં રૂ.186 અને ચાંદીમાં રૂ.401નો ઘટાડોઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિ
Share on FacebookShare on Twitter

ડેઈલી માર્કેટ રિપોર્ટ

કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધ્યાઃ કપાસ, સીપીઓ અને રબરના વાયદામાં સાર્વત્રિક સુધારોઃ

મેન્થા તેલમાં નરમાઈઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 68 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 136 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,17,497 સોદાઓમાં કુલ રૂ.10,177.15 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.186 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.401 ઘટ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં વૃદ્ધિ સામે નેચરલ ગેસ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધ્યા હતા. કપાસ, સીપીઓ, રબરમાં સુધારા સામે મેન્થા તેલ ઘટ્યું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જુલાઈ વાયદામાં 68 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓગસ્ટ વાયદામાં 136 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 54,128 સોદાઓમાં કુલ રૂ.3,652.40 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,531 અને નીચામાં રૂ.47,301 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.186 ઘટી રૂ.47,387ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.124 ઘટી રૂ.38,148 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.14 ઘટી રૂ.4,695ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,518ના ભાવે ખૂલી, રૂ.184 ઘટી રૂ.47,400ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.67,037 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.67,149 અને નીચામાં રૂ.66,660 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.401 ઘટી રૂ.66,736 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.370 ઘટી રૂ.67,004 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.392 ઘટી રૂ.66,987 બોલાઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 31,458 સોદાઓમાં કુલ રૂ.2,149.38 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,245ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,314 અને નીચામાં રૂ.5,217 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.38 વધી રૂ.5,290 બોલાયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 2,894 સોદાઓમાં રૂ.289.84 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,400.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1402 અને નીચામાં રૂ.1388.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1 વધી રૂ.1,397.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જુલાઈ વાયદો 100 કિલોદીઠ રૂ.17,202ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,552 અને નીચામાં રૂ.17,152 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.240 વધી રૂ.17,474ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જુલાઈ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,118ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1118 અને નીચામાં રૂ.1102.30 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.0.20 વધી રૂ.1105.70 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.11.80 ઘટી રૂ.946.30 અને કોટન જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.510 વધી રૂ.26,770 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 15,429 સોદાઓમાં રૂ.2,201.31 કરોડનાં 4,638.700 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 38,699 સોદાઓમાં કુલ રૂ.1,451.09 કરોડનાં 216.394 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 10,856 સોદાઓમાં રૂ.966.33 કરોડનાં 18,35,000 બેરલનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 14 સોદાઓમાં રૂ.0.45 કરોડનાં 64 ટન અને કોટનના વાયદાઓમાં 1,135 સોદાઓમાં રૂ.111.40 કરોડનાં 41675 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 536 સોદાઓમાં રૂ.20.03 કરોડનાં 210.24 ટન, રબરના વાયદાઓમાં 36 સોદાઓમાં રૂ.0.63 કરોડનાં 37 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,173 સોદાઓમાં રૂ.157.33 કરોડનાં 14,260 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,823.864 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 646.284 ટન, ક્રૂડ તેલમાં 5,98,200 બેરલ અને નેચરલ ગેસમાં 2,87,55,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 192 ટન, કોટનમાં 171750 ગાંસડી, મેન્થા તેલમાં 517.32 ટન, રબરમાં 117 ટન, સીપીઓમાં 85,530 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,417 સોદાઓમાં રૂ.112.20 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 832 સોદાઓમાં રૂ.64.24 કરોડનાં 886 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 585 સોદાઓમાં રૂ.47.96 કરોડનાં 628 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,016 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 570 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જુલાઈ વાયદો 14,528ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,528 અને નીચામાં 14,460ના સ્તરને સ્પર્શી, 68 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 64 પોઈન્ટ ઘટી 14,477ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓગસ્ટ વાયદો 15,260ના સ્તરે ખૂલી, 136 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 129 પોઈન્ટ વધી 15,319ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 12,096 સોદાઓમાં રૂ.1,298.95 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.450.25 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.25.37 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.822.77 કરોડનાં કામકાજ થયાં હતાં.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું જુલાઈ રૂ.48,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.100 ખૂલી, ઊપરમાં રૂ.100 અને નીચામાં રૂ.58 રહી, અંતે રૂ.50 ઘટી રૂ.69.50 થયો હતો. જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.819.50 ખૂલી, ઊપરમાં રૂ.854 અને નીચામાં રૂ.760 રહી, અંતે રૂ.89.50 ઘટી રૂ.788 થયો હતો. ચાંદી-મિની ઓગસ્ટનો રૂ.67,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.1,774.50ના ભાવે ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.197 ઘટી રૂ.1,590.50ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.5,300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.166.50 ખૂલી, ઊપરમાં રૂ.198.50 અને નીચામાં રૂ.139.10 રહી, અંતે રૂ.16.40 વધી રૂ.186.50 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું જુલાઈ રૂ.47,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.110 ખૂલી, ઊપરમાં રૂ.141 અને નીચામાં રૂ.86.50 રહી, અંતે રૂ.19 વધી રૂ.112.50 થયો હતો. જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.947.50 ખૂલી, ઊપરમાં રૂ.1,034.50 અને નીચામાં રૂ.887 રહી, અંતે રૂ.51.50 વધી રૂ.990.50 થયો હતો. ચાંદી-મિની ઓગસ્ટ રૂ.67,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.1,462ના ભાવે ખૂલી, ઊપરમાં રૂ.1,560 અને નીચામાં રૂ.1,445 બોલાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.38 ઘટી રૂ.1,488ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.5,200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.180 ખૂલી, ઊપરમાં રૂ.185.10 અને નીચામાં રૂ.145.60 રહી, અંતે રૂ.18.80 ઘટી રૂ.155.80 થયો હતો.  

  • નૈમિષ ત્રિવેદી
Source: Multi Commodity Exchange of India Ltd.
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
૨૫ જુલાઇએ વેપારીઓ-સેવાકિય સંસ્થાઓના કર્મચારીઓ માટે ખાસ રસીકરણ કાર્યક્રમનું આયોજન

૨૫ જુલાઇએ વેપારીઓ-સેવાકિય સંસ્થાઓના કર્મચારીઓ માટે ખાસ રસીકરણ કાર્યક્રમનું આયોજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com