1 જૂન, 1930માં અંગ્રેજોના શાસનકાળ દરમિયાન દેશની પહેલવહેલી ડીલક્સ ટ્રેન દોડી હતી
દેશની પહેલી ડીલક્સ અને સુપરફાસ્ટ ટ્રેન ડેક્કન ક્વીન એક્સપ્રેસ જેને મહારાષ્ટ્રના લોકો દખ્ખણ ચી રાની તરીકે પણ ઓળખે છે એ આજે ચોરાણુંમી વરસગાંઠ ઉજવી રહી છે. 1930માં આ ટ્રેન પહેલીવાર દોડાવાઈ ત્યારે એ અનેક રીતે અનોખી હતી. બ્રિટિશ ઇન્ડિયામાં બૉમ્બે પ્રેસિડન્સી અંતર્ગત એ તવંગર પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવી હતી. દેશની પહેલી સુપરફાસ્ટ ટ્રેનનો તાજ એના શિરે છે. ઉપરાંત ભારતની પહેલી ટ્રેન છે જેમાં મહિલાઓ માટે અલગ કૉચ લગાવવામાં આવ્યો હતો. તો ભારતની પહેલી ટ્રે છે જેમાં ડાઇનિંગ કાર લગાવવામાં આવી હતી.
1 જૂન, 1930માં આ ટ્રેન પહેલીવાર દોડાવાઈ ત્યારે એમાં સાત ડબ્બા હતા. એ સમયે પશ્ચિમ ભારતમાં ગ્રેટ ઇન્ડિયન પેનિન્સુલા રેલવે (ડીઆઈપી રેલવે) નામની કંપની રેલ સ,વા પૂરી પાડતી હતી. ડેક્કન ક્વીનની પહેલી યાત્રા કલ્યાણ રેલવે સ્ટેશનથી શરૂ થઈ હતી. આજે આ ટ્રેન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને પુણે સ્ટેશન દરમિયાન દોડાવાય છે.

મજાની વાત એ છે કે અંગ્રેજોએ આ ટ્રેન ઘોડાની રેસના શોખીનો માટે શરૂ કરી હતી. ટ્રેનમાં પુણેમાં રમાતી રેસમાં દાવ લગાડનારા અમીરો જતાં. તેમને ધ્યાનમાં રાખીને જ અંગ્રેજોએ આ લક્ઝરી ટ્રેન શરૂ કરી હતી. સાત ડબ્બાની આ ટ્રેનમાં બે ડબા ગાર્ડના, એક પેન્ટ્રી કારના બાદ કરીએ તો પ્રવાસી માટે માત્ર ચાર ડબ્બા જ રહેતા.
ડેક્કન કેવીન શરૂ થઈ એ સમયે રંલવંમાં ચાર ક્લાસ રહેતા. પણ આ ટ્રેનમાં માત્ર બે ક્લાસના એટલે કે ફર્સ્ટ અને સેકન્ડ ક્લાસના ડબા જ લગાવવામાં આવ્યા હતા. જોકે 1 જાન્યુઆરી, 1949માં ફર્સ્ટ ક્લાસ ડબો કાઢી નાખવામાં આવ્યો અને સેકન્ડ ક્લાસના ડબાને ફર્સ્ટ ક્લાસ જાહેર કરાયો. આ પોઝિસન 1955 સુધી રહી હતી. એ સમયે આ ટ્રેનમાં પહેલીવાર થર્ડ ક્લાસનો ડબો ઉમેરવામાં આવ્યો.
આજે ડેક્કન ક્વીનમાં જર્મન (એલએચબી) કૉચ જોડવામાં આવે છે. આ આધુનિક કૉચમાં બ્રેલ સાઇનેજ, બાયો ટોઇલેટ્સ અને ડિજિટલ ડિસ્પ્લે પણ લગાડવામાં આવ્યા છે. આ બોર્ડ લગાવવાથી પ્રવાસીઓને આવનારા સ્ટેશનની જાણકારી મળે છે. હાલ ટ્રેન પંદર ડબાની હો છે જેમાં એક પેન્ટ્રી કાર પણ સામેલ છે.






