મરીન લાઇન્સ ખાતે આવેલા ૧૩૧ વર્ષ જૂના પી. જે. હિન્દુ જિમખાનામાં શનિવાર અને રવિવાર (૧૪- ૧૫ સપ્ટેમ્બર)ના રોજ સવારે ૮ થી ૧૨ અને સાંજે ૫ થી ૮ દરમિયાન મેનેજિંગ કમિટીની ચૂંટણી યોજાશે. નવી ચૂંટાયેલી કમિટીનો કાર્યકાળ બે વરસનો રહેશે.
આ અગાઉ ૨૦૨૨/૨૦૨૪ના કાર્યકાળ માટે થયેલી ચૂંટણીમાં પ્રોગ્રેસીવ પૅનલના તમામ ૧૪ સભ્યોએ બહુમતીથી જીત મેળવી હતી. આ વખતની ચૂંટણીમાં પણ પ્રોગ્રેસીવ પૅનલના ૧૪માંથી ૧૧ સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.
આ વરસે લી રૉય ડીસાના નેતૃત્વ હેઠળની પ્રોગ્રેસીવ પૅનલના ૧૧ સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.
આ વખતની ચૂંટણીમાં સેક્રેટરીની બે પોસ્ટ માટે પ્રોગ્રેસીવ પૅનલના જિગ્નેશ સંઘવી અને પ્રણવ ચીખલ વિરુદ્ધ એક માત્ર અપક્ષ ઉમેદવાર સમીર લોયલકાએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે જયંત કુલકર્ણી (ટેબલ ટેનિસ ) પ્રોગ્રેસીવ પૅનલ સામે અપક્ષ ઉમેદવાર મીતેન ખટાઉ ઊભા રહ્યા છે.