

નૌસેનાધ્યક્ષ એડમિરલ કરમબીર સિંહે 7-8 જુલાઈ, 21ના પશ્ચિમી નૌસેના કમાન્ડ, મુંબઈની મુલાકાત લીધી હતી. એડમિરલનું સ્વાગત કમાન્ડના મુખ્યાલયમાં પશ્ચિમી નૌસેનાના ફ્લૅગ ઑફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ વાઇસ એડમિરલ આર. હરિ કુમારે કર્યું હતું. ચીફ ઑફ નેવલ સ્ટાફ (સીએનએસ) એડમિરલ કરમબીર સિંહને કમાન્ડની વિવિધ ગતિવિધિઓ અને સંચાલન સંબંધી તૈયારીઓ અંગેની જાણકારી આપવામાં આવી હતી. સીએનએસે મેરિટાઇમ વૉરફેર સેન્ટરમાં ટ્રેનિંગ અને વૉરગેમ્સની મોન્સુન મંથન સિરીઝમાં ભાગ લીધો હતો.






