• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Gujarat

ગુજરાતમાં જીઆઈડીસીના ઉદ્યોજકોને 500 કરોડની રાહત-સહાય આપવાની વિજય રૂપાણીની જાહેરાત

by P C KAPADIA
August 22, 2021
in Gujarat
0
ગુજરાતમાં જીઆઈડીસીના ઉદ્યોજકોને 500 કરોડની રાહત-સહાય આપવાની વિજય રૂપાણીની જાહેરાત
Share on FacebookShare on Twitter

વિજય રૂપાણીના નેતૃત્વમાં GIDCએ ચાર નીતિ વિષયક યોજનાઓની કરેલી જાહેરાતથી અંદાજે રૂ. 500 કરોડનો સહાય-લાભ સમગ્રતયા GIDCના 50,000 થી વધું ઉદ્યોગોને મળશે. જે બાબતોનો આ યોજનાઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે મુજબ ઊદ્યોગકારોને આર્થિક પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોજકોને ઉત્પાદન શરૂ કરવાની સમય મર્યાદા એટલે કે મોરેટોરિયમ પીરિયડ વણવપરાશી દંડની રકમ લીધા વગર એક વરસનો વધારો કરી આપવામાં આવશે. ઉપરાંત જે ઉદ્યોજકોને ઉત્પાદન શરૂ કરવાની સમય મર્યાદા 2021-22માં પૂર્ણ થતી હોય તેમને વધુ વર્ષ વણવપરાશી દંડ વસુલ કર્યા સિવાય સમય મર્યાદા વધારી અપાશે.

આ નિર્ણયને કારણે ઉદ્યોજકોને મિલકતનો વપરાશ કરવા માટે વધુ સમય મળી રહેશે અને દર વર્ષે વિતરણ કિંમતના 2 ટકા પ્રમાણે વણવપરાશી દંડની અંદાજે કુલ 16.70 કરોડની રકમ ભરવામાંથી છૂટછાટ મળશે. આ યોજનાનો અંદાજે 672 લાભાર્થીઓને લાભ મળશે. એટલું જ નહીં, ઔદ્યોગિક વસાહતોના જે ફાળવણીદારો અગાઉની નીતિ અંતર્ગત વપરાશની સમય મર્યાદા વધારાનો લાભ મેળવી શક્યા નથી તથા જેમને માર્ચ-2022 સુધી લાભ આપવામાં આવ્યો છે તેવા તમામ ફાળવણીદારોને માર્ચ 2023 સુધી વપરાશ સમયમર્યાદા વધારી આપવામાં આવશે. વધારેલ સમય મર્યાદામાં વપરાશ શરૂ કરવામાં આવશે તો આ નીતિ અન્વયે અંદાજે 350 કરોડની રાહતનો આવા 1656 ઉદ્યોજકોને લાભ મળશે.

GIDCના મેનેજિંગ ડિરેક્ટરે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં લેવામાં આવેલા અન્ય નીતિ વિષયક નિર્ણયોની વિસ્તૃત વિગતો આપતા કહ્યું કે, વિવિધ ઔદ્યોગિક વસાહત મંડળોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ ફાળવણીદારો માટે નિયત કરાયેલો ભાવ વધારો આ વર્ષ માટે મોફૂફ રાખવાની રજૂઆતો કરી હતી. વિજય રૂપાણીએ આ રજૂઆતોનો પણ સંવેદનાપૂર્ણ પ્રતિસાદ આપતા નિર્ણય કર્યો છે કે, GIDCની ઔદ્યોગિક અને રહેણાંક વસાહતોના જમીન તથા બહુમાળી શેડોના ફાળવણીદારોને કોવીડ-૧૯ની મહામારી તથા તે દરમ્યાન થયેલ લોકડાઉનની ઉદ્યોગો પર થઈ રહેલ વિપરીત અસરોને ધ્યાનમાં રાખી આર્થિક બોજો ન પડે એ માટે નિગમની વસાહતો માટે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૧–૨૨ માટે નિયત કરેલો ભાવ વધારો આ વર્ષ માટે મોકુફ રાખીને ગત નાણાંકીય વર્ષ ૨૦૨૦–૨૧ના ફાળવણી દર નકકી કરવામાં આવ્યા છે. અંદાજે રૂ. ૨૬ કરોડની રાહત આ નિર્ણયને પરિણામે ઉદ્યોજકોને મળશે. ઉપરાંત વધુ માંગ ધરાવતા સાયખા, સાયખા વુમન્સ પાર્ક, સાયખા એમ.એસ.એમ.ઈ. પાર્ક, દહેજ, હાલોલ અને હાલોલ (વિસ્તરણ) વસાહતનો વર્ષ ૨૦૨૧–૨૨ માટે નકકી કરેલ ભાવ વધારો થયાવત રાખવામાં આવ્યો છે. GIDC દ્વારા નવા બાંધકામ અંગેના નકશા મંજૂર કરતી વખતે સર્વિસ અને એમેનિટીઝ ફી પેટે પ્રતિ ચો. મી. રૂ .૫૦ વસુલ કરવામાં આવે છે. આ ૨કમને સંબંધિત વસાહતના કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓ હેઠળના કામો માટે મહત્તમ રૂ. ૨૫ પ્રતિ ચો.મી. એટલે કે ૫૦ % રકમ તથા નિગમ દ્વારા હાથ ધરવામાં આવનાર ખાસ જરૂરિયાતવાળા કામો, ઉદ્યોજકોની મિલકતોની માપણી, સર્વે, સ્થળ નિરીક્ષણ રિપોર્ટ, જરૂરીયાત મુજબ વસાહતની આંતરમાળખાકીય સુવિધા, પર્યાવરણ માટેના અભ્યાસ વગેરેની કામગીરી માટે રૂા.૨૫ પ્રતિ ચો.મી. એટલે કે ૫૦% ૨કમ વપરાશ કરવાની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ નીતિ અંતર્ગત ૧૩૮ વસાહતોને આશરે રૂ. ૭૧.૩૦ કરોડનો લાભ મળવા પાત્ર થશે એમ તેમણે ઉમેર્યું હતું. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા વર્ષ ૨૦૦૯-૨૦૧૯થી ઈન્ફ્રાસ્ટ્રકચર અપગ્રેડેશન ફંડની રચના કરવામાં આવેલી છે. એના અંતર્ગત વિવિધ વસાહતોમાં પ્રતિ ચો.મી. રૂ. ૫ લેખે વસુલાત કરી તે પૈકી રૂ. ૩ નિગમે વસાહતોના નવિનીકરણના કામો માટે આપેલ ફાળા પેટે રાખવાના તથા રૂ .૨ જે તે ઔદ્યોગિક વસાહત મંડળોને વસાહતની મેઇન્ટેનન્સ માટે ફાળવી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે, GIDC દ્વારા હાથ ધરવામાં આવેલા આવા પ્રોજેક્ટ્સમાં થયેલ ખર્ચ પેટે એસોસિએશનના ફાળાની વણવસુલાયેલ રકમ નિગમના વર્ષ ૨૦૧૦ના પરિપત્ર મુજબ વસુલ થયેલ “ઈન્ફ્રાસ્ટ્રકચર અપગ્રેડેશન ફંડ” પૈકી રૂ.૨ લેખે ઔદ્યોગિક વસાહત મંડળ, નોટિફાઈડ એરિયાને ફાળવવાની થતી ઉપલબ્ધ રકમમાંથી સરભર કરી બાકીની બચતની રકમ સંબંધિત ઔદ્યોગિક વસાહત મંડળ, નોટિફાઈડ એરિયાને નિભાવણી ફંડ પેટે ફાળવી આપવાની રહેશે. રૂ.૨ લેખે વસુલ કરેલ ૨કમમાંથી વસાહત મંડળના ફાળા પેટે અંદાજે રૂ.૩૩.૨૪ કરોડ સંબંધિત ૫૯ વસાહત મંડળને મેઇન્ટેનન્સ ફંડ પેટે ફાળવવાનો અંદાજ છે. આમ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોવિડ-19થી ઉદભવેલી પ્રતિકુળ આર્થિક સ્થિતિનો સામનો કરી રહેલા રાજ્યના નાના-મોટા, લધુ-મધ્યમ ઉદ્યોગોને પુન: બેઠા થઇ આર્થિક ગતિવિધિઓ પૂર્વવત કરવા દર્શાવેલી આ સંવેદના ઉદ્યોગો માટે પ્રોત્સાહક બનશે તેમ પણ જીઆઇડીસીના અધ્યક્ષ થેન્નારસને જણાવ્યું હતું. 

Source: Chhapooo Team
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈઃ ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો

સોનાના વાયદાના ભાવમાં રૂ.806 અને ચાંદીમાં રૂ.273ની વૃદ્ધિઃ ક્રૂડ તેલ લપસ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com