ઇન્ડિયન ફેડએક્સ / જૂનિયર એચિવમેન્ટ ઇન્ટરનેશનલ ટ્રેડ ચેલેન્જ કોમ્પિટિશનમાં 450થી વધારે વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા
મુંબઈ, 12 જુલાઈ, 2021 –ફેડએક્સ કોર્પ (NYSE: FDX)ની પેટાકંપની અને દુનિયાની સૌથી મોટી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટેશન કંપની પૈકીની એક ફેડએક્સ એક્સપ્રેસએ t/GELF જૂનિયર એચિવમેન્ટ (જેએ) ઇન્ડિયા સાથે સંયુક્તપણે ભારત માટે પ્રથમ ફેડએક્સ/જેએ ઇન્ટરનેશનલ ટ્રેડ ચેલેન્જ કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું. આ સ્પર્ધા વિદ્યાર્થી-સંચાલિત વ્યવસાયોને બિરદાવે છે, જે આંતરરાષ્ટ્રીય જોડાણના શ્રેષ્ઠ સિદ્ધાંતો પ્રદર્શિત કરે છે.
મેથી જુલાઈ, 2021 વચ્ચે તબક્કાવાર રીતે આયોજિત આ કોમ્પિટિશન અંતર્ગત સમગ્ર ભારતમાં 25 સ્કૂલોના 450થી વધારે વિદ્યાર્થીઓ શ્રેણીબદ્ધ વર્ચ્યુઅલ વર્કશોપમાં સહભાગી થયા હતા. વર્કશોપમાં ઇન્ટરેક્ટિવ લર્નિંગ સેશન્સ, પ્રેરક ચર્ચાઓ અને ફેડએક્સ, tGELF/જેએ ઇન્ડિયામાંથી માર્ગદર્શકો સાથે સંવાદ, તેમજ લોજિસ્ટિક્સ, ફાઇનાન્સ અને આંતરરાષ્ટ્રીય વેપાર માટે ઉદ્યોગના નિષ્ણાતો સામેલ થયા હતા.
પ્રાદેશિક સ્તરે સહભાગી થવા ત્રણ વિદ્યાર્થીઓની ટીમોની ઓળખ થઈ હતી – સ્પ્રિંગડેલ્સ સ્કૂલ, નવી દિલ્હી, લર્નિંગ પાથ્સ સ્કૂલ, મોહાલી અને પહ્મ શેષાદ્રી બાલા ભાવન સીનિયર સેકન્ડરી સ્કૂલ, ચેન્નાઈ અને તેઓ ઓગસ્ટમાં આયોજિત એશિયા પેસિફિક ઇન્ટરનેશનલ ટ્રેડ ચેલેન્જમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
ફેડએક્સ એક્સપ્રેસના ઇન્ડિયા ઓપરેશન્સના વાઇસ પ્રેસિડન્ટ મોહમદ સાયેગે કહ્યું હતું કે, “તમામ યુવાન ઉદ્યોગસાહસિકોને અભિનંદન, જેમણે ભારત અને દુનિયામાં ગ્રાહકોની જરૂરિયાતોને પૂરી કરવા બિઝનેસ આઇડિયા વિકસાવીને પ્રસ્તુત કરવાનો પડકાર સફળતાપૂર્વક ઝીલ્યો હતો. અમને દેશભરના યુવાનો સાથે સંવાદ કરવાનો આનંદ થયો હતો, જેમાંથી અમને આ ઝડપથી બદલાતા વ્યવસાયિક વાતાવરણમાં તેમને પ્રેરકબળ પૂરું પાડવા, પ્રોત્સાહન આપવા અને ઉત્કૃષ્ટતા સાથે તેમને સક્ષમ બનાવવામાં સફળતા મળી હતી. ઇન્ટરનેશનલ ટ્રેડ ચેલેન્જ ભારતીય વિદ્યાર્થીઓની ઉદ્યોગસાહસિકતાના જુસ્સા અને વ્યાવસાયિક કુશળતાને વધારે છે, તો સાથે સાથે વ્યવહારિક વ્યાવસાયિક દરખાસ્તો દ્વારા રચનાત્મક વ્યવસાયિક વિચારોને વિકસાવવા સપોર્ટ આપે છે.”
જેએ એશિયા પેસિફિકના પ્રેસિડન્ટ અને સીઇઓ મઝિઆર સાબેટે કહ્યું હતું કે, “હું ખુશ છું કે, પહેલીવાર અને વૈશ્વિક મહામારી વચ્ચે પણ અમે ભારતમાં અમારા યુવાન ઉદ્યોગસાહસિકોને આઇટીસી એશિયા પેસિફિક કોમ્પિટિશનની 15મી આવૃત્તિમાં સ્પર્ધા કરવાની તક આપી શક્યા હતા. ભારતમાં અમારા વિદ્યાર્થીઓએ દ્રઢતા દાખવી હતી ઉદ્યોગસાહસિકા એટલે લીડરશિપ અને ભારતમાં અમારા વિદ્યાર્થીઓમાં એ ઠાંસીઠાંસીને ભરી છે!”