નૌકાદળ દિન-21ના અવસરે, વેસ્ટર્ન નેવલ કમાન્ડ દ્વારા મુંબઈ સ્થિત નેવલ ડૉકયાર્ડ ખાતે વિશ્વના સૌથી મોટા રાષ્ટ્રધ્વજને અનાવરણ કરવામાં આવ્યો છે જે ગેટવે ઓફ ઈન્ડિયાથી પણ નજર પડે છે. 225 ફૂટ લંબાઈ અને 150 ફૂટ પહોળાઈ ધરાવતા અને ખાદીના બનેલા આ ધ્વજનું વજન લગભગ 1400 કિલો જેટલું છે.
આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ખાદી અને ગ્રામોદ્યોગ અને કમિશનની પરિકલ્પનાને આધારે ધ્વજ તૈયાર કરવામાં આવ્યો છે. ભારતીય નૌકાદળે નૌકાદળ દિનના અવસરે રાષ્ટ્રની સેવામાં સમર્પિત હોવાની સાથે, રાષ્ટ્રીય ધ્વજ પ્રદર્શિત કરવાના આ નાના પરંતુ મહત્વપૂર્ણ સંકેત દ્વારા રાષ્ટ્રીય હિતોના રક્ષણ અને પ્રોત્સાહન અને ભારતના લોકોની સેવા કરવા માટે તેની પ્રતિજ્ઞા અને પ્રતિબદ્ધતાને દર્શાવે છે.