એનયુજેઆઈના મહારાષ્ટ એકમના છ પદાધિકારીઓ ભાગ લઈ રહ્યા છે
દેશના સૌથી મોટા પત્રકાર સંઘ નેશનલ યુનિયન ઑફ જર્નાલિસ્ટ્સ (ઈન્ડિયા)નું રાષ્ટ્રિય અધિવેશન ઉત્તરાખંડના હરિદ્વાર ખાતે આયોજિત કરાયું છે. એનયુજીઆઇના રાષ્ટ્રિય અધ્યક્ષ રાસ બિહારીએ જણાવ્યું કે એનયુજીઆઇના ઉત્તરાખંડ એકમ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ૮ અને ૯ માર્ચના યોજાનાર આ મહત્વપૂર્ણ અધિવેશનમાં વિવિધ રાજ્યોના એકમના પદાધિકારીઓ સહભાગી થશે.

આ અંગે મહારાષ્ટ્ર એકમના પ્રમુખ હંસરાજ કનોજીએ જણાવ્યું કે અમે ઉત્તરાખંડ ખાતે આયોજિત એનયુજેઆઈના આ મહત્વપૂર્ણ અધિવેશનને આવકારીએ છીએ. તેમણે વધુમાં જણાવ્યું કે અધિવેશનમાં મહારાષ્ટ્ર એકમના છ પદાધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ ઉપસ્થિત રહેશે. અધિવેશનમાં પત્રકારોની વિવિધ સમસ્યાઓ અને એના નિવારણ અંગે ચર્ચા થશે.
મહારાષ્ટ્ર એકમના પ્રમુખ હંસરાજ કનોજિયાની આગેવાની હેઠળ પી. સી. કાપડિયા (જનરલ સેક્રેટરી), બાબા લોન્ઢે (વાઇસ પ્રેસિડેન્ટ), મનીષ શેઠ (સેક્રેટરી), અર્જુન કાંબલે (કમિટી મેમ્બર) અને સુનિલ નિકમ (કમિટી મેમ્બર) અધિવેશનમાં ભાગ લેશે.
.