રાજ્યના બાર, દારૂની દુકાનો, મોલ ખોલવાની પરવાનગી આપનાર મહારાષ્ટ્રની હિન્દુ વિરોધી ઠાકરે સરકાર કોરોનાનું કારણ આપી મંદિર ખોલવાની પરવાનગી આપવાનું ટાળી રહી છે. એના વિરોધમાં બીજેપીના મુંબઈના પ્રભારી અને કાંદિવલીના વિધાનસભ્ય અતુલ ભાતખળકરના નેતૃત્વમાં કાંદિવલી પશ્ચિમ ખાતે આંદોલન કરવા આવવાના હતા. પરંતુ ઠાકરે સરકારે પોલીસની તાકાતનો ઉપયોગ કરી આંદોલન સ્થળે પહોંચે એ પહેલાં ભાતખળકર સહિત બીજેપીના સેકડો કાર્યકરોની અટક કરી હતી.
છેલ્લા દોઢેક વર્ષથી મંદિરો બંધ રહેવાને કારણે હજારો લોકોની આજીવિકા બંધ પડી છે. સરકારે પણ તેમના માટે કોઈ રાહતની જાહેરાત કરી નથી.
હવે જ્યારે દારૂની દુકાનથી લઈ બાર, મોલને પણ ખોલવાની મંજુરી અપાઈ છે તો ધાર્મિક સ્થળોને કેમ નહીં? જો સરકાર મંદિર ખોલવાની પરવાનગી નહીં આપે તો બીજેપી મંદિરના તાળાં તોડવાનું કામ કરાશે એવી ચીમકી ભાતખળકરે આપી હતી.
આ સમયે જિલ્લઘ્યક્ષ ગણેશ ખણકર, જિલ્લા ઉપાધ્યક્ષ સુધીર શિંદે સહિત બીજેપીના સેકડો કાર્યકરો ઉપસ્થત રહ્યા હતા.






