દહાણુંમા વીજળી પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને ત્રણ અન્ય ઘાયલ થયા છે જેમાં બાળકો મોબાઇલ નેટવર્કની શોધમાં ઝાડ પર ચઢી ગયા હતા. આ ઘટના આજે સાંજે દહાણુ તાલુકાના ઓસરવીરા ગામે બની હતી.
દહાણુ તાલુકામાં સોમવારે બપોરે ગાજવીજ સાથે વીજળીના કડાકા સાથે વરસાદનો પ્રારંભ થયો હતો. દરમ્યાનમાં તાલુકાના ઓસારવીરા ગામના માનકરપાડાના કેટલાક બાળકો મોબાઇલ રેંજ મેળવવા ઉંબરાના ઝાડ ઉપર ચઢી ગયા હતા. બપોરના આશરે ૪.૩૦ વાગ્યે વીજળી ઝાડ પડી હતી અને બાળકોને ભયંકર અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો. રવિન બચ્ચુ કોરડા (૧૬) નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ચેતન મોહન કોરડા (૧૧), દિપેશ સંદીપ કોરડા (૧૧) અને મેહુલ અનિલ માનકર (૧૨) ઘાયલ થયા હતા. ચેતન અને દીપેશને કાસા સબ-જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે મેહુલને વધુ સારવાર માટે ધૂંડલવાડીની વેદાંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
દરમિયાન આ તમામ સ્કૂલનાં બાળકો છે અને મૃતક રવિન નવમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓ છઠ્ઠા થી આઠમા વર્ગના વિદ્યાર્થીઓ છે. ગામમાં મોબાઈલ રેન્જ ન હોવાથી બાળકો પાડાથી દોઢ કિ.મી.ના અંતરે ઝાડ પર ચડીને નેટવર્ક મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે સમયે કેટલાક બાળકો ઝાડ નીચે રમી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.






