આચાર્ય આનંદ સાગરજી મહારાજ સાહેબની ૧૫૦મી જયંતિ નિમિત્તે ૪ નવેમ્બર, ૨૦૨૪ના ચોપાટી સ્થિત ચોકનું સુશોભિકરણ કરવામાં આવ્યું હતું. આચાર્ય મતિચંદ્ર સાગરજી મહારાજની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જીસોના શ્રી સુરેશભાઈ પુનમિયા, ડાયમંડ મર્ચંટ સંજય શાહ, સમાજ સેવક પ્રશાંત ઝવેરી ઉપરાંત આજના કાર્યક્રમના આયોજક બબુલનાથ જૈન ટેમ્પલ ના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.