ટિઅર 4+ વિસ્તારોમાંથી >50% ઉદ્યોગસાહસિકોને મીશો ભારતીય ઇ-કોમર્સમાં આગામી અબજ યુઝર્સની સંભાવના અનલોક કરવામાં મદદ કરશે
ભારતનું સૌથી વધુ ઝડપથી વિકસતું ઇન્ટરનેટ કોમર્સ પ્લેટફોર્મ મીશોએ પ્લેટફોર્મ પર નવ મિલિયન મહિલા ઉદ્યોગસાહસિકોને બોર્ડ પર લેવાનો નવો રેકોર્ડ કર્યો છે. કંપનીના રિસેલિંગ બિઝનેસ મોડલ દ્વારા નાણાકીય સ્વતંત્રતા માટે તેમની આકાંક્ષા પૂર્ણ કરતાં આ પ્લેટફોર્મ પર મહિલા ઉદ્યોગસાહસિકોના ઓર્ડરમાં વર્ષ 2021માં વર્ષ-દર-વર્ષ 2.5 ગણો વધારો પણ થયો હતો.
ભારતમાં આશરે 600 મિલિયન લોકો હજુ પણ ઇન્ટરનેટ સાથે જોડાયેલા નથી, જેમાંથી મોટા ભાગના નોન-મેટ્રોના છે. મીશો ઉદ્યોગસાહસિકો માગને પ્રભાવિત કરીને આ બજારને અનલોક કરે છે અને કિંમત પ્રત્યે સભાનતા ધરાવતા ગ્રાહકોને વાજબી ઉત્પાદનો સુલભ કરાવે છે.
તેમાંથી 60 ટકાથી વધારે બિલાસપુર, દિમાપુર, ફૈઝાબાદ અને હલ્દવાની જેવા ટિઅર 3+ બજારોમાંથી આવ્યાં હોવાથી મીશો ભારતમાં આગામી એક અબજ યુઝર્સ માટે પસંદગીનું ઇ-કોમર્સ ડેસ્ટિનેશન બની ગયું છે. પ્લેટફોર્મ પર મહિલા ઉદ્યોગસાહસિકો માટે એપેરલ્સ, પર્સનલ કેર, કિચન અને હોમ ડિકોર સૌથી વધુ વેચાણ થતી પ્રોડક્ટ કેટેગરીઓ છે.
મીશોના સ્થાપક અને સીઇઓ વિદિત આત્રેયએ કહ્યું હતું કે,“મીશો સામાજિક-આર્થિક સમાનતામાં ચેમ્પિયન છે, જે એક તરફ, અંતરિયાળ વિસ્તારોમાંથી વધારે મહિલાઓને નાણાકીય પગભર બનવા અને સમુદાયના લીડર બનવા સક્ષમ બનાવે છે, તો બીજી તરફ ભારતના અંતરિયાળ વિસ્તારોમાંથી વાજબી અને ઉત્તમ ગુણવત્તાયુક્ત ઉત્પાદનોની સુલભતા પ્રદાન કરે છે. ભારતના પાયાના વિસ્તારોમાં સુલભતા અને તકો ઊભી કરીને મીશો ભારત માટે ઊંચી અને સંપૂર્ણ વૃદ્ધિ માટેનો માર્ગ મોકળો કરે છે.”
પ્લેટફોર્મ પર કુલ 15 મિલિયન ઉદ્યોગસાહસિકો સાથે મીશોનું રિસેલર બિઝનેસ મોડલ કોઈ પણને સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ઝીરો ખર્ચ પર ઓનલાઇન વ્યવસાય સ્થાપિત કરવામાં મદદ કરશે. ઉદ્યોગસાહસિકો એપ પર પ્રોડક્ટ કેટાલોગ ઊભો કરી શકે છે તથા કંપનીમાંથી સંપૂર્ણ ગ્રાહક, લોજિસ્ટિક્સ અને ટેકનોલોજીકલ સપોર્ટ સાથે તેમના સ્થાનિક અને ડિજિટલ સમુદાયોને વેચાણ કરી શકે છે.
મીશો ભારતની સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતું ઇન્ટરનેટ કોમર્સ પ્લેટફોર્મ છે. વ્યક્તિગત ઉદ્યોગસાહસિકો સહિત 100 મિલિયન લઘુ વ્યવસાયોને સફળતા અપનાવવા સક્ષમ બનાવવાના વિઝન સાથે મીશો ઇન્ટરનેટ કોમર્સને સર્વસુલભ કરે છે તથા વિવિધ ઉત્પાદનોની રેન્જ અને નવા ગ્રાહકોને ઓનલાઇન લાવે છે. મિશો SMBs, MSMEs અને વ્યક્તિગત ઉદ્યોગસાહસિકો સહિત લઘુ વ્યવસાયોને માર્કેટપ્લેસ પ્રદાન કરે છે, જે અખિલ ભારતીય સ્તરે લાખો ગ્રાહકોને લોજિસ્ટિક્સ, પેમેન્ટ સેવાઓ અને કસ્ટમર સપોર્ટની સુલભતા પ્રદાન કરે છે. આ રીતે મીશો ઇકોસિસ્ટમ પર લઘુ વ્યવસાયોને તેમનો વ્યવસાય અસરકારક રીતે સંચાલિત કરવા ટેકો પૂરો પાડે છે.