મીરા-ભાયંદર મહાનગર પાલિકા ચૂંટણીને લઈને ભાજપની પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન ટિકિટ વિતરણ, બગાવતના આક્ષેપો અને યુવાનોને તક આપવાના નિર્ણય પર વિસ્તૃત ચર્ચા થઈ. પાર્ટી નેતૃત્વે સ્પષ્ટ કહ્યું કે આ નિર્ણય કોઈના અપમાન માટે નહીં પરંતુ શહેરના ભવિષ્ય માટે લેવાયો છે. બગાવતના આક્ષેપો વચ્ચે ભાજપે કહ્યું – 13 યુવાનોને તક આપવી એ ભવિષ્યમાં 40 યુવાનો માટે રસ્તો ખોલશે
પાર્ટી દ્વારા કુલ 23 યુવા ઉમેદવારોની ભલામણ કરવામાં આવી હતી, જેમાંથી 13 યુવાનોને ટિકિટ મળવી એ સકારાત્મક રેશિયો હોવાનું નેતૃત્વે જણાવ્યું. માનસી શર્મા જેવી 25 વર્ષની શિક્ષિત, કામ કરવાની ક્ષમતા ધરાવતી યુવતીને તક આપવી એ ભાજપની યુવા દૃષ્ટિ દર્શાવે છે. નેતાઓએ કહ્યું કે જો આ 13 યુવાનો જીતશે અને સારું કામ કરશે તો શહેર આવનારા સમયમાં વધુ યુવાનોને તક અપાશે.
રાષ્ટ્ર્રના વિકાસ માટે શિક્ષિત અને તરવૈયા યુવાધન જરૂરી છે. યુવાનો આવતી કાલનું ભવિષ્ય છે અને જો તેમને તક મળે તો વિશ્વમાં ભારતને આગળ વધતું કોઈ રોકી નહીં શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દનું મીરા ભાયંદર પાલિકા ચૂંટણીમાં ભાજપ દ્વારા પાલન કરી બતાવ્યું છે. મીરા ભાયંદર ભાજપ યુવામોરચાના જિલ્લાધ્યક્ષ રણવીર વાજપાઇએ જણાવ્યું કે ભાજપ દ્વારા ૧૩ યુવાન યુવતીઓને ઉમેદવારી આપવામાં આવી છે જે તમામ શિક્ષિત છે અને સમાજના વિકાસના ધ્યેય સાથે ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે. આજે તેર યુવા ઉમેદવારોને મોકો મળ્યો છે પણ ભવિષ્યમાં આ આંક વધીને ૪૦ પણ થઈ શકે છે.
આ તેર ઉમેદવારોમાં માનસી રમેશ શર્મા (BSC botany nursing), પંકજ દરોગા પાંડે (Graduate Social worker) ,તરુણ શર્મા (Advocate), દિવ્યા પ્રસાદ પરબ (BCOM. Social worker), પ્રિયંકા કરણી ચરણ (M.COM / B.ED), ભવ્ય શાહ પીપળીયા (Doctor), કીમ્યા સુહાસ રકવી (Master in Eng. Management), મહેશ મ્હાત્રે (Devloper), આકાંક્ષા વિરકર (B. COM/ Fashion Designer), વિશાલ પાટીલ (Business), મનસ્વી પ્રમોદ પાટીલ (IT Engineering), મયુરી સચિન મ્હાત્રે (Advocate) , વિવેક ઉપાધ્યાય (MBA Marketing)નો સમાવેશ થાય છે.
આ તમામ યુવા ઉમેદવાર ઉચ્ચ શિક્ષિત છે જેમનો લાભ સમાજના ઉત્કર્ષ તેમ જ શહેરના વિકાસ માટે થશે યુવાનોનું વિઝન છે કે મારું શહેર રાષ્ટના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપે તેમ જ મીરા ભાયંદરનું નામ પણ રોશન થાય. આથી જ અમે ૨૩ યુવાનોના નામ રાજ્યની સમિતિને મોકલ્યા હતા જેમાંથી ૧૩ની પસંદગી થઈ તે ગૌરવની વાત છે. મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસ, તેમ જ વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાના માર્ગદર્શન હેઠળ આ તમામ યુવાનોને પાલિકા ચૂંટણીમા ભારે બહુમતીથી ચૂંટી લાવવા રણવીર બાજપાઈ એ મતદારોને આહવાન કર્યું હતું.
કોરોના કાળમાં વિશાલ પાટીલ સાથે ખભેખભા મિલાવી લોકોની સેવા કરી છે વિશાલ રાતદિવસ ફક્ત લોકોનું કામ કરતો હતો અને મૃત્યુના મુખમાં જઈ પાછો આવ્યો છે, આવા કાર્યકરની શહેર દેશને જરૂર છે તેમ ઉમેર્યું. કોરોના કાળને યાદ કરી રણવીર ભાવુક બની ગયો હતો.
અહીંના કાર્યકરો ખુશ છે તમામ ધર્મના લોકોને સમાનતા આપવામાં આવી છે. જો કે સંખ્યા મર્યાદિત છે અને ઉમેદવારી દરેકને જોઈતી હતી આથી ક્યાંક નારાજગી હતી પરંતુ તેમને મનાવી લેવામા આવ્યા છે, તેમ રણવીરે ઉમેર્યું હતું.
દરેક કાર્યકર દિલથી મહેનત કરી રહ્યાં છે અનેઆ વખતે મીરા ભાયંદરમાં ૭૦થી વધુ બેઠક જીતવાનું લક્ષ્ય રાખે છે.






