ભારતીય નૌકાદળના એથ્લિટ એમ.પી. જાબિર POCOM (ટેલી)એ 400 મીટરની હર્ડલ્સમાં ક્વૉલિફાય થતાં જપાન ખાતે યોજાનારી ઓલિમ્પિકમાં ભાગ લેવા રવાના થશે. તાજેતરમાં જાબિરે આંતર-રાજ્ય એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 49.78 સેકંડમાં અંતર કાપી ગૉલ્ડ મેડલ જીત્યો હતો. 25 વર્ષીય નૌકાદળના નાવિક કેરળના મલપ્પુરમનો રહેવાસી છે. વર્લ્ડ એથ્લેટિક્સ રોડ ટુ ઓલિમ્પિક રેન્કિંગમાં કુલ ક્વૉલિફાઇડ થયેલા 40 એથ્લિટમાં એ 34મા સ્થાન પર છે
ટોકિયો ઓલિમ્પિકમાં 400 મીટર હર્ડલ રેસમાં ભાગ લેશે તો ઓલિમ્પિકમાં 400મીટરની હર્ડલ રેસમાં ભાગ લેનાર એ પહેલો ભારતીય એથ્લિટ હશે.
કેરળની મહાન એથ્લિટ પી.ટી. ઉષાએ લૉસ એન્જલ્સ ઓલિમ્પિકમાં 400 મીટરની હર્ડલ્સમાં ભાગ લીધો હતો. આજ સ્પર્ધામાં ભાગ લેનાર જાબિર કેરળનો બીજો ખેલાડી હશે. જાબિરે નૌકાદળનું પ્રતિનિધિત્વ કરતા અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ભાગ લેવાની સાથે અનેક ઇનામો જીત્યો છે.
એથ્લિટ ટોકિયો ઓલિમ્પિકની અંતિમ તબક્કાની તૈયારી કરી રહ્યો છે. ઇન્ટર-સ્ટેટ મીટ ટોકિયો માટેની અંતિમ ઓલિમ્પિક ક્વૉલિફિકેશન ઇવેન્ટ હતી. કોવિડ-19 મહામારીને કારણે અમલમાં મુકાયેલા પ્રતિબંધોને કારણે અનેક ઇવેન્ટ રમાઈ નહોતી. જોકે જાબિર નૌસેનાની પ્રશિક્ષણ ટીમ પાસે તાલિમ લેવાની સાથે ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યો છે.