મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના રેવદાંડા બંદર નજીક એમવી મંગલમ બોટ ખરાબ હવામાનને લઈને સમુદ્રમા ડુબતા ઇંડિયન કોસ્ટ ગાર્ડના જહાજે હેલિકોપ્ટરની સહાયથી ક્રુ મેમ્બરને આજ (ગુરુવારે) રોજ ઉગારી લીધા હતા.
૧૭ જૂન ૨૦૨૧ના રોજ વહેલી સવારે, એમઆરસીસી મુંબઇને ભારતીય રાષ્ટ્રધ્વજ ધરાવતા એમ.વી. મંગલમ (આઇએમઓ-9084619)ના બીજા અધિકારી પાસેથી ટેલિફોનિક માહિતી મળી હતી કે રાયગડ જિલ્લાના રેવદાંડા જેટી નજીક ૩ કિલોમીટરના અંતરે ૧૬ ક્રૂ સાથે સવાર થયેલ જહાજ ડૂબી રહ્યું હતું. જેને લઈને કેપ્ટને જહાજને છોડી દેવાની યોજના કરી રહ્યો હતો. જહાજમાં પાણી ઘુસી આવતા ક્રુ મેમ્બરો ગભરાઈ ગયા હતા.. એમ.આર.સી.સી.ની ટીમે માસ્ટર અને ક્રૂને સમજાવ્યા હતા. જ્યારે કોસ્ટગાર્ડ શિપ ત્યાં પહોચવાની તૈયારીમાં હોવાથી તેમને ઓનબોર્ડ જ રહેવાની વિનંતી કરી.હતી.

ભારતીય કોસ્ટગાર્ડના જહાજ સુભદ્રા કુમારી ચૌહાણ દિગી બંદરથી નીકળ્યું હતું. અને સહાયતા માટે તે ઘટના સ્થળ તરફ આગળ વધ્યું હતું. દરમિયાન, એમ.વી. મંગલમથી ક્રૂને બહાર કાઢવા માટે આઇસીજી એર સ્ટેશન દમણથી બે આઇસીજી હેલિકોપ્ટર પણ મોકલવામાં આવ્યા હતા.
આઇ.સી.જી.એસ. સુભદ્રા કુમારી ચૌહાણ આશરે ૧૦.૧૧ કલાકે ડુબતા જહાજની નજીકમાં પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો આભ્યાસ કરી પડાકારજનક સ્થિતિમા ક્રૂ બચાવ માટે તેની બોટ નીચે ઉતારી હતી. તદુપરાંત, સીજી હેલિકોપ્ટર પણ સ્થળ પર પહોંચ્યા હતા અને ખરાબ હવામાન વચ્ચે ક્રૂના બચાવ કાર્યની શરૂઆત કરી હતી. સતત કામગીરી દ્વારા, આઈસીજી સર્ચ અને રેસ્ક્યૂ યુનિટ્સ (એસઆરયુ)એ ડુબતા જહાજ પરથી ૧૬ ક્રૂને સફળતાપૂર્વક બચાવી રેવદાંડા લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેઓને પ્રાથમિક સારવાર આપી હતી.






