યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી યુવા વિદ્યાર્થીઓ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી અને ભારત સરકારના સફળ પ્રયાસોથી ખાસ શરુ કરાયેલી રેસ્કયુ ફલાઇટ મારફતે સહિસલામત મુંબઈ આવી પહોંચ્યા છે.


આ 44 વિદ્યાર્થીઓને ગુજરાત સરકારના માર્ગ વાહન વ્યવહાર નિગમ જી.એસ.આર. ટી.સી.ની બે વોલ્વો બસ દ્વારા ગુજરાત લાવવામાં આવશે અને તેમના વતન પહોચાડવાની વ્યવસ્થાઓ પણ રાજ્ય સરકાર કરશે.
મુંબઈ એરપોર્ટ આવી પહોંચેલા આ યુવનોના મુખ પર હેમખેમ ભારત પાછા આવ્યાનો આનંદ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો.
યુક્રેનથી માદરે વતન પાછા ફરેલા વિદ્યાર્થીઓને ગુજરાત સરકારના અધિકારીઓએ મુંબઇ એરપોર્ટ પર આવકાર્યા હતા.