• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

ઓપ્શન્સના પ્રીમિયમની વધઘટ પાછળ ઓપ્શન્સ ગ્રીક્સની ભૂમિકા કેટલી કારણભૂત?

by P C KAPADIA
June 23, 2021
in Corporate
0
ઓપ્શન્સના પ્રીમિયમની વધઘટ પાછળ ઓપ્શન્સ ગ્રીક્સની ભૂમિકા કેટલી કારણભૂત?
Share on FacebookShare on Twitter

ઓપ્શન્સ ગ્રીક્સની વેલ્યૂ જાણવા માટે ઓપ્શન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઓપ્શન્સના પ્રીમિયમના આ પાંચ પરીબળોની વધઘટની અસર દર્શાવતા માપને સંયુક્ત રીતે ‘ઓપ્શન ગ્રીક્સ’ કહેવામાં આવે છે અને તેડેલ્ટા, ગામા, થીટા, વેગા અને રહો તરીકે ઓળખાય છે

આપણે જાણીએ છીએ કે ભારતીય કોમોડિટી વાયદા બજારમાં ઓપ્શન્સ ટ્રેડિંગને સેબી દ્વારા વર્ષ 2017માં મંજૂરી આપવામાં આવી છે. ભારતના નં.1 કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ દ્વારા 17 ઓગસ્ટ, 2017ના રોજ ધનતેરસના શુભ દિવસે તત્કાલીન નાણામંત્રી સ્વ. અરૂણ જેટલી સાહેબ દ્વારા સોનાના ઓપ્શન્સ શરૂ કરીને ઓપ્શન્સમાં ટ્રેડિંગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઓપ્શન્સ ટ્રેડિંગમાં પ્રીમિયમની વધઘટ ખૂબ જ અગત્યની હોય છે. આવો, આજે આપણે જાણીએ કે ઓપ્શન્સના પ્રીમિયમની વધઘટ પાછળ કારણભૂત ઓપ્શન્સ ગ્રીક્સ વિશે વિસ્તૃત માહિતી.

આપણે આગળ જોયું તે મુજબ ઓપ્શન્સના પ્રીમિયમની વધઘટ તેના પરીબળોમાં થતા ફેરફાર ઉપર નભેલી હોય છે. ઓપ્શન્સના મુખ્ય પાંચ પરીબળોમાં સ્ટ્રાઈક પ્રાઈસ, અંડરલાઈંગ ભાવ, વોલેટાલિટી (વધઘટ), સમય અને વ્યાજના દરોનો સમાવેશ થાય છે, જે આપણે આગળ જોઈ ગયા છીએ. આ પરીબળોમાં ફેરફારની અસર ઓપ્શન્સના પ્રીમિયમ પર કેટલી રહેશે, તે આપણે એમના ગ્રીક્સ વેલ્યૂ પરથી જાણી શકીએ છીએ. ઓપ્શન્સ ગ્રીક્સની વેલ્યૂ જાણવા માટે ઓપ્શન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઓપ્શન્સના પ્રીમિયમના આ પાંચ પરીબળોની વધઘટની અસર દર્શાવતા માપને સંયુક્ત રીતે ‘ઓપ્શન ગ્રીક્સ’ કહેવામાં આવે છે અને તેમને ડેલ્ટા, ગામા, થીટા, વેગા અને રહો તરીકે ઓળખવામાં આવે છે.

  • ડેલ્ટાઃ ઓપ્શન્સના ગ્રીક્સ વેલ્યૂમાં સૌથી મહત્વનું પરિમાણ ડેલ્ટા છે. ડેલ્ટા વેલ્યૂ એટલે અંડરલાઈંગ ભાવમાં થતા ભાવની વધઘટની સાપેક્ષમાં પ્રીમિયમની કિંમતમાં થતો ફેરફાર. આને બીજી રીતે કહીએ તો બજારની વધઘટ સાથે ઓપ્શન્સ પ્રીમિયમમાં કેટલી વધઘટ થશે તે ડેલ્ટા વેલ્યૂ પરથી જાણી શકાય છે.

ડેલ્ટા=ઓપ્શન્સ પ્રીમિયમમાં ફેરફાર/અંડરલાઈંગ ભાવમાં થતો ફેરફાર

કોલ ઓપ્શન્સના ખરીદનાર માટે ડેલ્ટા હકારાત્મક હોય છે. એટલે કે કોલનું પ્રીમિયમ બજારના ભાવ સાથે સીધો સંબંધ ધરાવે છે. જો બજાર વધે તો કોલનું પ્રીમિયમ ડેલ્ટા કિંમત પ્રમાણે વધારો દર્શાવે છે અને જો બજાર ઘટે તો પ્રીમિયમમાં ડેલ્ટા વેલ્યૂ પ્રમાણે ઘટાડો જોવા મળે છે. એટલે કોલ વેચનાર માટે ડેલ્ટા વેલ્યૂ નકારાત્મક રહે છે.

પુટ ઓપ્શન્સ ખરીદનાર માટે ડેલ્ટા નેગેટીવ હોય છે, એટલે કે જેમ બજાર ભાવ વધે તેમ પ્રીમિયમ ઘટે અને બજાર ભાવ ઘટે તો પ્રીમિયમ વધે. પુટ વેચનાર માટે ડેલ્ટા વેલ્યૂ હકારાત્મક રહેશે.

ટૂંકમાં કહીએ તો બજાર ભાવની વધઘટની સાપેક્ષમાં પ્રીમિયમમાં કેટલી વધઘટ થશે એ દર્શાવતી કિંમત એટલે ડેલ્ટા.

ડેલ્ટા ઉપરથી આપણને કેટલા લોટનું હેજિંગ કરવું જોઈએ એ પણ જાણવા મળે છે. દા.ત. કોઈ ઓપ્શન્સની ડેલ્ટા વેલ્યૂ 0.20 છે, એનો મતલબ એક એ છે કે દર રૂ.100ની અંડરલાઈંગ ભાવની સામે પ્રીમિયમમાં રૂ.20ની વધઘટ આવશે અને બીજી બાબત એ છે કે 1 અંડરલાઈંગ લોટ સામે પાંચ ઓપ્શન્સ હેજ કરી શકાય છે.

  • ગામાઃ ગામા એટલે બજારના ભાવની વધઘટની સાપેક્ષમાં ડેલ્ટા વેલ્યૂમાં થતા ફેરફારનું માપ ગણાય છે.

ગામા=ડેલ્ટામાં થતો ફેરફાર/અંડરલાઈંગ બજાર ભાવ

ગામા વેલ્યૂ પરથી આપણે જાણી શકીએ કે ઓપ્શન્સ ઈન-ધ-મની કે આઉટ-ઓફ-ધ-મની કેટલી ઝડપથી થઈ શકશે.

  • થીટાઃ થીટા વેલ્યૂ એટલે સમયના આધારે પ્રીમિયમમાં થતો ફેરફાર. થીટા વેલ્યૂને બીજા અર્થમાં ટાઈમ ડિકો તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે ઓપ્શન્સ પ્રીમિયમમાં કેટલો ઘટાડો આવશે એ આપણે થીટા વેલ્યૂ પરથી જાણી શકીએ છીએ.

થીટા=ઓપ્શન્સના પ્રીમિયમમાં ફેરફાર/એક્સપાયરી સમયમાં થતો ફેરફાર

ઓપ્શન્સના ખરીદનાર (બંને કોલ અને પુટ) માટે થીટા નેગેટીવ હોય છે. એનો મતલબ એ છે કે જેમ-જેમ એક્સપાયરી સમય નજીક આવતો જાય છે તેમ-તેમ પ્રીમિયમમાં ઘટાડો થતો જાય છે.

  • વેગાઃ વેગા એટલે બજારની વધઘટ (વોલેટાલિટી)માં થતાં ફેરફારની સામે પ્રીમિયમમાં થતા ફેરફાર દર્શાવતું માપ.

વેગા= ઓપ્શન્સ પ્રીમિયમમાં ફેરફાર/વધઘટમાં ફેરફાર

વેગા વેલ્યૂ ઓપ્શન્સના ખરીદનાર (બંને કોલ અને પુટ) માટે હકારાત્મક હોય છે, એટલે જેમ વધઘટ વધુ તેમ-તેમ ઓપ્શન્સનું પ્રીમિયમ વધુ જોવા મળે છે અને જ્યારે વોલેટાલિટી એટલે કે વધઘટ ઓછી તેમ ઓપ્શન્સના પ્રીમિયમમાં ઘટાડો જોવા મળે છે.

  • રહોઃ રહો એટલે વ્યાજના દરમાં થતાં ફેરફારની અસર પ્રીમિયમ પર થતી અસર દર્શાવતું માપ.

રહો=ઓપ્શન્સના પ્રીમિયમમાં ફેરફાર/વ્યાજના દરમાં ફેરફાર

જ્યારે વ્યાજના દર વધે ત્યારે કોલ ઓપ્શન્સનાં પ્રીમિયમ વધતા જોવા મળે છે અને પુટ ઓપ્શન્સના પ્રીમિયમ ઘટતા જોવા મળે છે. આનાથી ઊલ્ટું જ્યારે વ્યાજના દર ઘટે તો કોલ ઓપ્શન્સના પ્રીમિયમ ઘટે છે અને પુટનું પ્રીમિયમ વધતું જોવા મળે છે.

આમ, ઓપ્શન્સ ગ્રીક્સમાં મુખ્ય પાંચ કિંમતો જોવા મળે છે, જેમ કે ડેલ્ટા, ગામા, થીટા, વેગા અને રહો. ઓપ્શન્સ ગ્રીક્સ વેલ્યૂને ધ્યાનમાં રાખીને ઓપ્શન્સમાં સારું એવું કામ કરી શકાય છે.

  • નૈમિષ ત્રિવેદી

ડિસ્ક્લેમરઃ આ આર્ટિકલમાં દર્શાવાયેલી વિગતો આ આર્ટિકલના લેખકના અંગત મંતવ્યો છે. બજાર જોખમને આધીન હોય છે, માટે પોતાની સૂઝબૂઝ વાપરીને ટ્રેડિંગ કરવું. આ આર્ટિકલમાં દર્શાવાયેલી વ્યૂહરચનાઓના ઉપયોગથી થનારા લાભ/નુકસાન માટે લેખક, એમસીએક્સ કે આ વેબસાઇટના સંચાલકો સંપૂર્ણપણે જવાબદાર રહેશે નહીં તેની નોંધ લેવી.

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
સીપીઓમાં 43,350 ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં વૃદ્ધિઃ કોટનમાં નરમાઈ

સીપીઓમાં 43,350 ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં વૃદ્ધિઃ કોટનમાં નરમાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com