કોટનનો વાયદો સમીક્ષા હેઠળના મહિના દરમિયાન ગાંસડીદીઠ રૂ.2,850 ઉછળ્યોઃ મેન્થા તેલ, રબરમાં નરમાઈઃ સીપીઓ, કપાસમાં વૃદ્ધિઃ ક્રૂડ તેલમાં તેજીનો માહોલઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 887 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 1000 પોઈન્ટની મૂવમેન્ટ
મન્થલી માર્કેટ રિપોર્ટ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 1 થી 30 સપ્ટેમ્બરના મહિના દરમિયાન 91,98,516 સોદાઓમાં કુલ રૂ.7,37,371.49 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓક્ટોબર વાયદામાં 887 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓક્ટોબર વાયદામાં 1000 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 37,71,308 સોદાઓમાં કુલ રૂ.2,07,356.88 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ મહિનાના પ્રારંભે રૂ.47,129ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.47,598 અને નીચામાં રૂ.45,479ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.797 ઘટી રૂ.46,323ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.611 ઘટી રૂ.37,311 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.129 ઘટી રૂ.4,585ના ભાવે બંધ થયો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,110ના ભાવે ખૂલી, રૂ.931 ઘટી રૂ.46,221ના ભાવે બંધ થયો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ મહિનાના પ્રારંભે રૂ.63,175 મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.65,605 અને નીચામાં રૂ.58,150ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.3,749 ઘટી રૂ.59,617ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3,765 ઘટી રૂ.59,853 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3,752 ઘટી રૂ.59,861 ના સ્તરે બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં 27,16,402 સોદાઓમાં કુલ રૂ.2,27,331.35 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો મહિનાના પ્રારંભે રૂ.5,050ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,675 અને નીચામાં રૂ.4,917ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે 1 બેરલદીઠ રૂ.544 વધી રૂ.5,571 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.106 વધી રૂ.428.80ના સ્તરે બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 53,470 સોદાઓમાં રૂ.7,052.32 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ મહિનાના પ્રારંભે રૂ.1,400ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1534 અને નીચામાં રૂ.1355ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.113.50 વધી રૂ.1,516 ના સ્તરે બંધ થયો હતો. આ સામે રબર સપ્ટેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.18,100ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.18,140 અને નીચામાં રૂ.16,300ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.1,549 ઘટી રૂ.16,567ના ભાવે બંધ થયો હતો. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,137.40ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1163.90 અને નીચામાં રૂ.1100ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.2.80 વધી રૂ.1141.90 ના સ્તરે બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.11.30 ઘટી રૂ.922 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.2,850 વધી રૂ.28,140ના સ્તરે બંધ થયો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 7,53,197 સોદાઓમાં રૂ.1,03,213.06 કરોડનાં 2,21,798.879 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 30,18,111 સોદાઓમાં કુલ રૂ.1,04,143.82 કરોડનાં 16,820.250 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.13,124.94 કરોડનાં 5,78,155 ટન, જસતના વાયદાઓમાં રૂ.12,361.25 કરોડનાં 4,86,790 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.50,303.70 કરોડનાં 7,03,077.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.39,959.58 કરોડનાં 2,73,253.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.4,686.82 કરોડનાં 2,54,005 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 7,44,891 સોદાઓમાં રૂ.62,231.35 કરોડનાં 11,80,37,300 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 19,71,511 સોદાઓમાં રૂ.1,65,100 કરોડનાં 4,31,29,05,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 103 સોદાઓમાં રૂ.3.60 કરોડનાં 500 ટન અને કોટનના વાયદાઓમાં 11,678 સોદાઓમાં રૂ.940.87 કરોડનાં 354400 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 6,047 સોદાઓમાં રૂ.245.96 કરોડનાં 2606.4 ટન, રબરના વાયદાઓમાં 635 સોદાઓમાં રૂ.11.84 કરોડનાં 687 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 35,007 સોદાઓમાં રૂ.5,850.05 કરોડનાં 5,21,430 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ મહિનાના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,339.912 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 719.782 ટન, એલ્યુમિનિયમમાં 11,335 ટન, જસત વાયદામાં 6,910 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 12,492.500 ટન, નિકલ વાયદામાં 3,5790 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 5,380 ટન, ક્રૂડ તેલમાં 7,95,400 બેરલ અને નેચરલ ગેસમાં 1,10,90,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 172 ટન, કોટનમાં 75050 ગાંસડી, મેન્થા તેલમાં 495 ટન, રબરમાં 80 ટન, સીપીઓમાં 68,450 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, મહિના દરમિયાન 85,032 સોદાઓમાં રૂ.7,082.71 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 45,222 સોદાઓમાં રૂ.3,498.54 કરોડનાં 50,234 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 39,810 સોદાઓમાં રૂ.3,584.17 કરોડનાં 44,723 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ મહિનાના અંતે બુલડેક્સ વાયદામાં 2,113 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,156 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 14,151ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,400 અને નીચામાં 13,513ના સ્તરને સ્પર્શી, 887 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 384 પોઈન્ટ ઘટી 13,768ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓક્ટોબર વાયદો 15,681ના સ્તરે ખૂલી, 1000 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 27 પોઈન્ટ વધી 15,731ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 19,15,845 સોદાઓમાં રૂ.1,68,111.84 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.24,342.66 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,242.26 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,41,488.69 કરોડનાં કામકાજ થયાં હતાં.
નૈમિષ ત્રિવેદી