ગોદરેજ મેજિક બૉડી વૉશનો બ્રાન્ડ એમ્બેસેડર છે શાહરૂખ ખાન
‘પુટિંગ પ્લેનેટ બિફોર પ્રોફિટ્સ’ એટલે કે નફા પહેલા પૃથ્વીનો વિચાર કરવાની ગોદરજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (જીસીપીએલ)ની મહત્ત્વપૂર્ણ યોજનાને પગલે રજૂ કરાયેલા ભારતના પ્રથમ રેડી-ટૂ-મિક્સ બૉડી વૉશ ગોદરેજ મેજિક બોડીવોશની કિમત છે માત્ર 45 રૂપિયા. આ ઇનોવેશન કચરાનો ફરી ઉપયોગ અને એનો ઘટાડો કરવાની ટેવને પ્રોત્સાહન આપે છે, જેથી લોકો તેમના રોજિંદા જીવનમાં પર્યાવરણને અનુકૂળ ચીજ-વસ્તુઓની પસદંગી કરવા સક્ષમ બને છે.
પર્યાવરણનું રક્ષણ કરતા ઉત્પાદનમાં પાણીનો વપરાશ ઘણો ઓછો થાય છે, ઉપરાંત એ વજનમાં હલકું હોવાથી એક અગાઉ કરતા વધુ માલનું પરિવહન થતું હોવાથી ઇંધણમાં પણ અગાઉ કરતા 44 ટકા જેટલી બચત થાય છે. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે નિયમિત બૉડી વૉશની સરખામણીએ ગોદરેજ મેજિક બૉડી વૉશના પેકિંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ માત્ર 16 ટકા જેટલો થાય છે. જ્યારે ઉત્પાદન માટે માત્ર 19 ટકા ઉર્જાની જરૂર પડે છે.
દેશનો સામાન્ય ગ્રાહક પણ સાબુને બદલે બૉડી વૉશ અપનાવવાનું પસંદ કરે છે. પરંતુ વધુ પડતી કિમતને કારણે પોસાતું નથી. પરંતુ ગોદરેજનું બૉડી વૉશ સિંગલ જેલ સેશેમાં ઉપલબ્ધ છે. બોટલ અને સેશેના કોમ્બિ-પેકમાં ઉપલબ્ધ છે જેની કિમત 65 રૂપિયા છે. જ્યારે માત્ર સેશેની કિમત છે માત્ર 45 રૂપિયા. બૉડી વૉશ લવન્ડર અને જસ્મિન વેરિયન્ટમાં ઉપલબ્ધ છે.
ગોદરેજ મેજિક બૉડી વૉશના લૉન્ચિંગ પ્રસંગે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (જીસીપીએલ)ના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ સુધીર સીતાપતિએ કહ્યું કે, અમે ગ્રાહકોને પરવડી શકે એ કિમતના ગુણવત્તાસભર ઉત્પાદનો બનાવવા કટીબદ્ધ છીએ. 2018માં લૉન્ચ કરેલ મેજિક પાવડર-ટુ-લિક્વિડ હૅન્ડવૉશે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ ઉત્પાદનો માત્ર કિફાયતી જ નથી પણ પર્યાવરણ પ્રેમી પણ છે. આ ઉત્પાદનો થકી પ્લાસ્ટિક અને પાણીના વપરાશમાં ધરખમ ઘટાડો કરવાની સાથે પર્યાવરણની જાળવણીમાં પણ સહાયરૂપ બને છે.
ગોદરેજના પર્યાવરણની જાળવણી કરતા અને વ્યાજબી કિમતમાં ઉપલબ્ધ ઉત્પાદનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે શાહરૂખ ખાનની પસંદગી કરી હોવાનું પણ સુધીર સીતાપતિએ જણાવ્યું હતું. પરવડી શકે એવી કિમતમાં ઉપલબ્ધ પ્લાસ્ટિક, કાર્બન ઉત્સર્જનને નિયંત્રણમાં રાખવા માટે જાગૃતિ ફેલાવવામાં સહાયભૂત બનતા ગોદરેજ મેજિક બૉડી વૉશના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે શાહરૂખ ખાનની પસંદગી એટલા માટે કરવામાં આવી છે કે પર્યાવરણ જાળવવા અંગેનો સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે.
એ સાથે તેમણે ઉમેર્યું હતું કે, અમે આગામી 3 વર્ષમાં સામાજિક પહેલ સાથે પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીનો સંદેશ આપવા માટેની સામુહિક જાગૃતિ ફેલાવવા માટે રૂ. 100 કરોડનો ખર્ચ કરવા અમે કટિબદ્ધ છીએ.
પ્રોડક્ટ લૉન્ચિંગ પ્રસંગે શાહરૂખ ખાને પાઠવેલા સંદેશમાં જણાવ્યું હતું કે, આ નવી પ્રોડક્ટ પર્યાવરણ પ્રત્યે સભાનતા લાવવા બનાવવામાં આવી છે અને એ એક મેજિક છે. જે પ્લાસ્ટિક અને ઉર્જાના વપરાશને ઘટાડવામાં સહાયરૂપ બને છે. આવા ઉત્પાદનના બ્રાન્ડ એમ્બેસેડર બનવાનો મને ગર્વ છે.






