કોરોનાની બીજી લહેરને કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી છેલ્લા ૨૦ દિવસથી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું. જોકે, હવે પ્રવાસીઓ માટે એક સારા સમાચાર છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી આજથી એટલે કે તારીખ ૮મી જૂનથી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. જે માટે તંત્રએ તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી દીધી છે. આ માટેની ઓનલાઇન બુકિંગ પણ શરૂ થઇ જશે.
આ ઉપરાંત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સાથે જે જંગલ સફારી પાર્ક, ચિલ્ડ્રન પાર્ક અને રમાડા હોટલ ટેન્ટ સિટી સહીત અનેક પ્રોજેક્ટો ખુલ્લા થશે. ટેન્ટ સિટી અને હોટલોના માલિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગત વર્ષે પણ કોરોનાને કારણે લાખો રૂપિયાનું નુકશાન થયું હતું અને હાલ ચાલુ વર્ષે પણ નુકશાન થયું છે. ત્યારે હવે ટેન્ટ સીટી અને હોટલોના માલિકો પણ હવે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે એવી આશા રાખીને બેઠા છે. ત્યારે આવતી કાલથી શરૂ થતા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર હવે પ્રવાસીઓને પણ ઓનલાઇન સાથે હવે ઓફલાઈન ટિકિટ પણ મળશે એવી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે.