નવા આઇટી નિયમો અંતર્ગત સરકાર અને ટિ્વટરને અલ્ટિમેટમ આપીને અંતિમ નોટિસ જાહેર કરી દીધી છે. મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીએ ટિ્વટરને લખ્યું હતું કે ૨૮ મે અને ૨ જૂનના રોજ પ્રાપ્ત થયેલા તમારા જવાબથી નિરાશા પ્રાપ્ત થઈ છે. કારણ કે તમને જે પૂછવામાં આવ્યું હતું એ અંગે ના તો તમે સ્થિતિ સ્પષ્ટ કરી હતી અને ના તો તમે નવા નિયમો સંપૂર્ણપણે લાગૂ કર્યા હતા.
સરકારે ટિ્વટરને કહ્યું હતું કે તમને અંતિમ તક આપી રહ્યા છીએ. નહીં તો જે છૂટછાટ આપવામાં આવી છે એને નાબૂદ કરવામાં આવશે અને એના જવાબદાર પણ તમે હશો. સરકારે કહ્યું હતું કે ટિ્વટરે અત્યારસુધી ચીફ કંપ્લાયંસ ઓફિસર અંગે પણ નહોતુ જણાવ્યું. જે નોડલ કોન્ટેક્ટ પર્સન નોમિનેટ કર્યા છે, તે ભારતમાં ટિ્વટરનો કર્મચારી નથી. એની સાથે જે ઓફિસનું સરનામું આપવામાં આવ્યું છે એ પણ એક લૉ ફર્મનું હતું.