હાર્દિક હુંડિયા દ્વારા નિર્મિત ગીત અનુપ જલોટા અને સાધના સરગમે ગાયું છે
આંતરરાષ્ટ્રીય ડાયમંડ ડેના સ્થાપક હાર્દિક હુંડિયા દ્વારા નિર્મિત ડાયમંડ પર પર આધારિત વિશ્વનું પહેલવહેલા ગીતની સીડીનું વિમોચન મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હસ્તે થાણે ખાતે કરવામાં આવ્યું હતું. આલ્બમના નિર્માતા અને ડાયમંડ ડેના સ્થાપક હાર્દિક હુંડિયાને શુભેચ્છા આપવાની સાથે મુખ્ય પ્રધાને તેમના આ પ્રયાસને બિરદાવ્યો હતો.
જાણીતા ગીતકાર-સંગીતકાર રવિ જૈનની રચનાને સ્વર આપ્યો છે ભજન સમ્રાટ અનુપ જલોટા અને સાધના સરગમે.
મુંબઈને અડીને આવેલા થાણે ખાતે ચૈત્રી નવરાત્રિના અવસરે માતાજીના ભવ્ય દરબારની સ્થાપના કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિની પૂર્ણાહુતિના અવસરે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સપરિવાર હવન અને પૂજા-અર્ચના માટે આવ્યા હતા.
આ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન આંતરરાષ્ટ્રીય ડાયમંડ ડેના સ્થાપક અને પ્રણેતા હાર્દિક હુંડિયા મુખ્ય પ્રદાન એકનાથ શિંદેના પુત્ર અને સંસદ સભ્ય શ્રીકાંત શિંદેને મળી આંતરરાષ્ટ્રીય ડાયમંડ ડે વિશે ચર્ચાવિચારણા કરી હતી.






