ડેઈલી માર્કેટ રિપોર્ટ
કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,41,528 સોદાઓમાં કુલ રૂ.12,407.75 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જાન્યુઆરી વાયદામાં 121 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 252 પોઈન્ટની અને એનર્જી ઈન્ડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 68 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 67,121 સોદાઓમાં કુલ રૂ.4,032.60 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,390ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,523 અને નીચામાં રૂ.48,153 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.106 ઘટી રૂ.48,274ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.209 ઘટી રૂ.38,559 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.16 ઘટી રૂ.4,800ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.64,982 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.65,319 અને નીચામાં રૂ.64,619 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.357 ઘટી રૂ.65,022 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.348 ઘટી રૂ.65,200 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.364 ઘટી રૂ.65,184 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.3,195.22 કરોડનો વેપાર
બિનલોહ ધાતુઓમાં 15,453 સોદાઓમાં રૂ.3,195.22 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.95 ઘટી રૂ.243.80 અને જસત જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1 ઘટી રૂ.299ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.6.55 ઘટી રૂ.754.55 અને નિકલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.5.2 વધી રૂ.1,795 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1.20 ઘટી રૂ.185ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 28,128 સોદાઓમાં કુલ રૂ.2,023.54 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,363ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,363 અને નીચામાં રૂ.6,200 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.128 ઘટી રૂ.6,269 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.70 વધી રૂ.289.60 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં રૂ.318.89 કરોડનાં કામકાજ થયા
કૃષિ કોમોડિટીઝમાં 2,659 સોદાઓમાં રૂ.318.89 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,991.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1991.50 અને નીચામાં રૂ.1961.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.26.50 ઘટી રૂ.1,967.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જાન્યુઆરી વાયદો 100 કિલોદીઠ રૂ.16,011ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,100 અને નીચામાં રૂ.15,810 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.576 ઘટી રૂ.15,888ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,175ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1175 અને નીચામાં રૂ.1175 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.16 વધી રૂ.1175 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.30 વધી રૂ.985.60 અને કોટન જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.330 ઘટી રૂ.36,030 બોલાઈ રહ્યો હતો.
ચાંદીના વિવિધ વાયદાઓમાં 51,566 સોદાઓમાં કુલ 288.151 ટનનો વેપાર
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 15,555 સોદાઓમાં રૂ.2,154.93 કરોડનાં 4,455.944 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 51,566 સોદાઓમાં કુલ રૂ.1,877.67 કરોડનાં 288.151 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.412.89 કરોડનાં 16,865 ટન, જસતના વાયદાઓમાં રૂ.319.01 કરોડનાં 10,710 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.910.16 કરોડનાં 12,040 ટન, નિકલના વાયદાઓમાં રૂ.1,476.02 કરોડનાં 8,311.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.77.14 કરોડનાં 4,150 ટનનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલના વાયદાઓમાં 13,438 સોદાઓમાં રૂ.1,332.08 કરોડનો ધંધો
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 13,438 સોદાઓમાં રૂ.1,332.08 કરોડનાં 21,28,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 14,690 સોદાઓમાં રૂ.691.46 કરોડનાં 2,42,90,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 6 સોદાઓમાં રૂ.0.24 કરોડનાં 24 ટન અને કોટનના વાયદાઓમાં 2,169 સોદાઓમાં રૂ.288.01 કરોડનાં 79500 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 450 સોદાઓમાં રૂ.17.82 કરોડનાં 180 ટન, રબરના વાયદાઓમાં 13 સોદાઓમાં રૂ.0.25 કરોડનાં 16 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 21 સોદાઓમાં રૂ.12.57 કરોડનાં 1,070 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 15,325.025 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 438.294 ટન, એલ્યુમિનિયમમાં 17,170 ટન, જસત વાયદામાં 10,795 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 13,152.500 ટન, નિકલ વાયદામાં 8,115 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 6,225 ટન, ક્રૂડ તેલમાં 8,90,200 બેરલ અને નેચરલ ગેસમાં 1,48,01,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 156 ટન, કોટનમાં 200525 ગાંસડી, મેન્થા તેલમાં 441 ટન, રબરમાં 46 ટન, સીપીઓમાં 35,140 ટનના સ્તરે રહ્યો હતો.
એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 88 સોદાઓમાં રૂ.6.73 કરોડનાં 88 લોટ્સના વેપાર થયા
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,700 સોદાઓમાં રૂ.148.99 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 759 સોદાઓમાં રૂ.61.22 કરોડનાં 853 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 853 સોદાઓમાં રૂ.81.04 કરોડનાં 882 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 88 સોદાઓમાં રૂ.6.73 કરોડનાં 88 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,170 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,615 લોટ્સ તેમ જ એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 156 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જાન્યુઆરી વાયદો 14,360ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,409 અને નીચામાં 14,288ના સ્તરને સ્પર્શી, 121 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 45 પોઈન્ટ ઘટી 14,335ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ફેબ્રુઆરી વાયદો 18,555ના સ્તરે ખૂલી, 252 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 71 પોઈન્ટ ઘટી 18,424ના સ્તરે પહોંચ્યો હતો. એનર્જી ઈન્ડેક્સનો ફેબ્રુઆરી વાયદો 6,100ના સ્તરે ખૂલી, 68 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 75 પોઈન્ટ ઘટી 6,127ના સ્તરે બોલાયો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.2,688.51 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 26,467 સોદાઓમાં રૂ.2,688.51 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.642.89 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.75.98 કરોડ અને બિનલોહ ધાતુઓમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,932.44 કરોડ તથા નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.36.93 કરોડનાં કામકાજ થયાં હતાં.
- નૈમિષ ત્રિવેદી