ડેઈલી માર્કેટ રિપોર્ટ
સોનાના વાયદાના ભાવમાં રૂ.218 અને ચાંદીમાં રૂ.419ની નરમાઈઃ ક્રૂડ તેલમાં નોમિનલ સુધારોઃ
કપાસ, કોટન, સીપીઓમાં વૃદ્ધિઃ રબર, મેન્થા તેલ ઢીલાઃ
બુલડેક્સ ફ્યુચર્સમાં 99 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 109 પોઈન્ટની મૂવમેન્ટ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,30,035 સોદાઓમાં કુલ રૂ.11,471.05 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જુલાઈ વાયદામાં 99 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓગસ્ટ વાયદામાં 109 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 64,936 સોદાઓમાં કુલ રૂ.4,294.08 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,575ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,720 અને નીચામાં રૂ.47,380 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.218 ઘટી રૂ.47,416ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.122 ઘટી રૂ.38,137 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.21 ઘટી રૂ.4,691ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,560ના ભાવે ખૂલી, રૂ.181 ઘટી રૂ.47,443ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.67,487 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.67,560 અને નીચામાં રૂ.66,876 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.419 ઘટી રૂ.66,955 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.361 ઘટી રૂ.67,232 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.358 ઘટી રૂ.67,233 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 29,682 સોદાઓમાં કુલ રૂ.2,010.20 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,349ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,377 અને નીચામાં રૂ.5,331 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.8 વધી રૂ.5,351 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.20 વધી રૂ.298.60 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 4,151 સોદાઓમાં રૂ.454.77 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,407ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1407 અને નીચામાં રૂ.1407 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.3 વધી રૂ.1,407 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જુલાઈ વાયદો 100 કિલોદીઠ રૂ.17,356ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,500 અને નીચામાં રૂ.16,940 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.38 ઘટી રૂ.17,436ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જુલાઈ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,117ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1128.50 અને નીચામાં રૂ.1115.30 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.14.70 વધી રૂ.1126.50 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.6.20 ઘટી રૂ.940.10 અને કોટન જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.130 વધી રૂ.26,740 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 17,322 સોદાઓમાં રૂ.2,420.58 કરોડનાં 5,085.114 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 47,614 સોદાઓમાં કુલ રૂ.1,873.50 કરોડનાં 277.886 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 8,061 સોદાઓમાં રૂ.706.83 કરોડનાં 13,20,300 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 21,621 સોદાઓમાં રૂ.1,303.37 કરોડનાં 4,38,30,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 6 સોદાઓમાં રૂ.0.23 કરોડનાં 32 ટન અને કોટનના વાયદાઓમાં 1,446 સોદાઓમાં રૂ.155.27 કરોડનાં 57825 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 828 સોદાઓમાં રૂ.32.21 કરોડનાં 336.96 ટન, રબરના વાયદાઓમાં 47 સોદાઓમાં રૂ.0.94 કરોડનાં 55 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,824 સોદાઓમાં રૂ.266.12 કરોડનાં 23,780 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,868.093 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 629.867 ટન, ક્રૂડ તેલમાં 6,88,200 બેરલ અને નેચરલ ગેસમાં 2,85,58,750 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 164 ટન, કોટનમાં 166500 ગાંસડી, મેન્થા તેલમાં 519.12 ટન, રબરમાં 99 ટન, સીપીઓમાં 86,450 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,647 સોદાઓમાં રૂ.140.05 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 909 સોદાઓમાં રૂ.72.66 કરોડનાં 999 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 738 સોદાઓમાં રૂ.67.39 કરોડનાં 869 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,937 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 870 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જુલાઈ વાયદો 14,560ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,590 અને નીચામાં 14,491ના સ્તરને સ્પર્શી, 99 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 62 પોઈન્ટ ઘટી 14,501ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓગસ્ટ વાયદો 15,480ના સ્તરે ખૂલી, 109 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 163 પોઈન્ટ વધી 15,522ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 11,301 સોદાઓમાં રૂ.1,261.80 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.429.73 કરોડ, ચાંદી અને ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.24.71 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.805.65 કરોડનાં કામકાજ થયાં હતાં. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું જુલાઈ રૂ.48,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.46 ખૂલી, ઊપરમાં રૂ.64 અને નીચામાં રૂ.40 રહી, અંતે રૂ.17.50 ઘટી રૂ.47.50 થયો હતો. જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.68,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,525 ખૂલી, ઊપરમાં રૂ.1,547 અને નીચામાં રૂ.1,330 રહી, અંતે રૂ.66.50 ઘટી રૂ.1,389 થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.5,400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.153.40 ખૂલી, ઊપરમાં રૂ.173 અને નીચામાં રૂ.150.60 રહી, અંતે રૂ.9.40 વધી રૂ.162.80 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું જુલાઈ રૂ.47,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.50 ખૂલી, ઊપરમાં રૂ.71 અને નીચામાં રૂ.25 રહી, અંતે રૂ.21 વધી રૂ.68 થયો હતો. જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.67,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,454 ખૂલી, ઊપરમાં રૂ.1,660 અને નીચામાં રૂ.1,409 રહી, અંતે રૂ.154.50 ઘટી રૂ.1,515.50 થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.5,300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.169.50 ખૂલી, ઊપરમાં રૂ.171.90 અને નીચામાં રૂ.153 રહી, અંતે રૂ.1.20 ઘટી રૂ.165.70 થયો હતો.
- નૈમિષ ત્રિવેદી






