મુંબઈ મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટીએ પ્રભાગ ક્રમાંક ૨૧૭માંથી રવિકાન્ત બાવકરને ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે. સામાન્ય પરિવારથી જીવન શરૂ કરી, સંઘર્ષભરી પરિસ્થિતિઓ વચ્ચે શિક્ષણ પૂર્ણ કરનાર રવિકાન્ત બાવકર આજે સમાજસેવાના મજબૂત આધારસ્તંભ તરીકે ઓળખાય છે.
સામાન્ય પરિવારથી સમાજસેવા સુધીની યાત્રા; નાગરિક સમસ્યાઓના ઉકેલનો સંકલ્પ
નાનાચોક વિસ્તારમાં જન્મેલા રવિકાન્ત બાવકરને બાળપણથી જ નાનાચોક જાહેર ગણેશોત્સવ મંડળ સાથે જોડાઈને ધાર્મિક, સામાજિક અને આધ્યાત્મિક કાર્યો કરવાની પ્રેરણા મળી. વર્ષો સુધી ગણેશ
મંડળના અધ્યક્ષ તરીકે અને હાલ સલાહકાર તરીકે તેઓ શૈક્ષણિક, કલા, ક્રીડા, કન્ઝ્યુમર સોસાયટી અને પતપેઢી જેવા ક્ષેત્રોમાં સક્રિય રહ્યા છે.
કોંગ્રેસ પાર્ટીમાં વોર્ડ, તાલુકા અને જિલ્લા સ્તરે સતત પક્ષસેવા સાથે તેમને મહાનગરપાલિકાના કારભારનો પણ દીર્ઘ અનુભવ છે. પ્રભાગમાં ખસ્તાહાલ ઇમારતોના પુનર્નિર્માણ, રહેવાસીઓના પુનર્વસન, ઉત્તમ નાગરિક સુવિધાઓ, ટ્રાફિક અને ફેરિયાઓના પ્રશ્નોના ઉકેલ માટે તેઓ વચનબદ્ધ છે.
સત્તા લક્ષ્ય નહીં, પરંતુ લોકસેવાનું સાધન છે એ વિચાર સાથે તેઓ ચૂંટણી લડી રહ્યા છે. હાથના પંજાની નિશાની સાથે રવિકાન્ત બાવકરે મતદારોને આશીર્વાદરૂપ મતદાનની અપીલ કરી છે અને સેવા કરવાની તક મળશે તો ફરિયાદની તક નહીં મળે એવી ખાતરી આપી છે.






