સ્થાનિક માછીમારો તેમજ અગ્નિશમન દળના જવાનોએ ભારે જહેમતથી કાર બહાર કાઢી હતી
ભાયંદરમા ઉત્તનના સમુદ્ર કિનારે પાર્ક કરેલ કાર ભરતીએ પાણી સાથે વહી ગઈ હતી. સ્થાનિક માછીમારો તેમજ રિક્ષા ચાલકે તે કારચાલકને ગાડી પાર્ક કરવા મનાઈ કરી હોવા છતા તે ઠેકાણે ઉભી રાખી હતી. તેમજ તે ત્યાંથી નીકળી ગયો હતો. માછીમારોએ ભારે મહેનત કરી સમુદ્રના પાણીમા ફસાયેલ કાર બહાર કાઢી હતી. આ બાબતનો વિડિયો પણ વાયરલ થયો છે.
સોશ્યલ મિડિયામા વાયરલ થયેલ વિડિયોમા સમુદ્રના પાણી વચ્ચે ફસાયેલ ઝાયલો કારને માછીમારો બહાર કાઢતા જોવામા આવ્યા હતા. સમુદ્રમા જઈ ગાડીને માછીમારોએ પકડી રાખી દોરડા વડે બહાર કાઢતા હતા.પણ ગાડીનું સ્ટીયરીંગ લોક હોવાથી બહાર કાઢવામા તકલીફ ઉભી થતી હતી. આખરે ફાયર બિગ્રેડની સહાયથી કારને સમુદ્રના પાણીમાથી બહાર કાઢવામા સફળતા મળી હતી.