ભારતની અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપનીઓ પૈકીની એક અરવિંદ સ્માર્ટસ્પેસિસ લિમિટેડ (એએસએલ)એ જાહેર કર્યું છે કે તેણે પૂનામાં રૂ. 100 કરોડમાં 35 એકર જમીન ખરીદવાના બંધનકર્તા કરારને અંતિમ સ્વરૂપ આપ્યું છે. પૂનામાં ભૂગાંવ માઇક્રો-માર્કેટમાં વ્યૂહાત્મક સ્થળે આ જમીન છે. આ નવા પ્રોજેક્ટમાં 1.3 મિલિયન ચોરસફૂટના વિકાસની સંભાવના સાથે લક્ઝરી રેસિડેન્શિયલ વિલા સામેલ છે. લોંચ થવા ઉપર તે અરવિંદ સ્માર્ટસ્પેસિસનો પ્રથમ મોટો હોરિઝોન્ટલ રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ તથા શહેરમાં બીજો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ બનશે.
ભૂગાંવ મુલશી રોડ ઉપર મહત્વપૂર્ણ રેસિડેન્શિયલ કેન્દ્ર છે, જે પૂનામાં ઝડપી વૃદ્ધિ સાધતા વિલા અને પ્લોટેડ ડેવલપમેન્ટ ડેસ્ટિનેશન પૈકીનું એક છે. આ પ્રોજેક્ટ પૂનામાં પ્રસિદ્ધ આઇટી હબ હિંજવાડીની નજીક આવેલો છે. આ ઝડપી વિકાસ સાધતનું માઇક્રો માર્કેટ કોથરુડ, ચાંદની ચોક, ઔંધ, પાશન, બાનેર વગેરે જેવાં શહેરના મુખ્ય કેન્દ્રો સાથે પણ જોડાયેલું છે. કંપની ઇક્વિટી, આંતરિક ઉપાર્જન અને તાજા ઋણના મિશ્રણ સાથે પ્રોજેક્ટને ભંડોળ પૂરું પાડશે.
અરવિંદ સ્માર્ટસ્પેસિસ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ કમલ સિંઘલે કહ્યું હતું કે, “અમને ભૂગાંવમાં અમારા પ્રોજેક્ટની જાહેરાત કરતાં ખૂબજ આનંદ થાય છે, જે પૂનામાં અમારા રેસિડેન્શિયલ પ્રોર્ટફોલિયોને વધુ મજબૂત કરશે. કોથરુડમાં અમારા પ્રથમ પ્રોજેક્ટની સફળતા બાદ આ પ્રોજેક્ટ પૂનાના વધુ એક મહત્વપૂર્ણ માઇક્રો માર્કેટમાં અમારો પ્રવેશ દર્શાવે છે. અમે લક્ઝરી અને વિલા ડેવલપમેન્ટની માગમાં સ્થિર વધારો જોયો છે અને અમે અમારા પોર્ટફોલિયોમાં આ પ્રોજેક્ટનો ઉમેરો કરતાં ખુશ છીએ. આ સ્થળ શહેરની નજીક આવેલું છે તેમ છતાં ગીચતાથી દૂર અને હરિયાળા વિસ્તારમાં આવેલું છે, જે હોરિઝોન્ટલ ડેવલપમેન્ટ માટે આદર્શ છે. બેંગ્લોર અને અમદાવાદમાં અમારી ઉપસ્થિતિ વિસ્તારવા સાથે આ જમીન સંપાદન પૂના અને એમએમઆર જેવાં નવા વૃદ્ધિ સાધતા માર્કેટ્સમાં રોકાણ કરવાના અમારા વ્યૂહ સાથે સુસંગત છે.”
અરવિંદ સ્માર્ટસ્પેસિસે પૂનામાં એલાનના લોંચ સાથે વર્ષ 2019માં મહારાષ્ટ્ર માર્કેટમાં પ્રવેશ કર્યો હતો. આ પ્રોજેક્ટ પૂનાના ખોરુડ વિસ્તારમાં 1.3 લાખ ચોરસફૂટના કુલ બિલ્ટ-અપ વિસ્તારમાં ફેલાયેલો છે. અરવિંદ એલાન હાઇ-એન્ડ લક્ઝરી સુવિધાઓ સાથે 2 બીએચકે એપાર્ટમેન્ટ્સના 120 યુનિટ્સ ધરાવે છે. આ પ્રોજેક્ટ માર્કેટ માટે વિશેષ પ્રકારે ડિઝાઇન કરાયો છે, જે આધુનિક જીવનશૈલી અને મહત્તમ જગ્યાના ઉપયોગને પ્રદર્શિત કરે છે.
અરવિંદ સ્માર્ટસ્પેસિસે તાજેતરમાં બે નવા લાર્જ-સ્કેલ પ્રોજેક્ટ્સ ઉમેર્યાં છે. બેંગ્લોરમાં દેવનાહલ્લી ખાતે પ્રથમ પ્રોજેક્ટ એચડીએફસી પ્લેટફોર્મ અંતર્ગત અમલમાં મૂકશે તથા બીજો બેંગ્લોરના સરજાપુર ખાતે રેસિડેન્શિયલ વિલા પ્રોજેક્ટ છે. કંપની પાસે અમદાવાદ, ગાંધીનગર, બેંગ્લોર અને પૂનામાં અંદાજે 25 મિલિયન ચોરસફૂટનું રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ છે.






