સાઈ શ્રદ્ધા સાત વરસથી નૃત્યની તાલીમ લઈ રહી છે
આજે બોરીવલીના વિખ્યાત પ્રબોધન ઠાકરે નાટ્ય મંદિર ખાતે ગુરુ નમ્રતા પારેખની સોળ વરસની શિષ્યા સાઈ શ્રદ્ધાએ એનું આરંગેત્રમ કર્યું હતું.
કૃષ્ણ મોહન અને પદ્માની દીકરી સાઈ શ્રદ્ધા છેલ્લા સાત વરસથી શાસ્ત્રીય નૃત્ય ભારત નાટ્યમ શીખી રહી હતી.
સાઈ શ્રદ્ધાએ ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ દ્વારા આયોજિત ભારત નાટ્યમની તમામ પરીક્ષાઓ ઉતીર્ણ કરી છે.
પ્રબોધન ઠાકરે નાટ્ય મંદિર ખાતે ઉપસ્થિત આમંત્રિતો અને કલાજગતના મહાનુભાવો અને ગુરુની ઉપસ્થિતિમાં સાઈ
શ્રદ્ધાએ આરંગેત્રમ માટે અગત્યના કહી શકાય એવા ભારત નાટ્યમના વિવિધ ભાવ દર્શાવતા દસ નૃત્ય રજૂ કર્યા હતા.






