લિન્ક્ડઇન અભિયાન એવી પ્રવૃત્તિઓનો એક ભાગ છે, જે કંપનીએ રિબ્રાન્ડિંગ માટે હાથે ધરી છે
મુંબઈ, ‘એન્જલ વન’ તરીકે પોતાનું રિબ્રાન્ડિંગ કર્યા બાદ ફિનટેક મંચ એન્જલ બ્રોકિંગે એક લિન્ક્ડઇન અભિયાન હાથ ધરેલ છે, જે અંતર્ગત તેના કર્મચારીઓએ તેમના પોતાના પ્રોફાઇલમાં તેમની અટક ‘વન’ કરી દીધી છે. એક અઠવાડીયા સુધી સોશલ મીડિયા પર અટક ‘વન’ કરી દેવા માટે આ કંપનીએ એજન્સી પાર્ટનરો અને અધિકૃત વ્યક્તિઓને પણ રોક્યા છે.
નવી બ્રાન્ડ નેમના પ્રચાર માટે કર્મચારીઓએ તેમના કવર ફોટા બદલીને તેને સ્થાને બ્રાન્ડ કવર ફોટો મૂક્યો છે, જેમાં લખેલ છે- ‘એન્જલ બ્રોકિંગ ઇઝ નાઉ ‘એન્જલ વન’. તેઓએ #AngelOneForAll સાથે સોશલ મીડિયા પર રિબ્રાન્ડિંગ અંગે એક બ્રાન્ડ ફિલ્મ શેર કરીને તેમણે ચેનલોમાં ધૂમ મચાવી છે.
GenZઅને મિલેનિયલ્સ સાથે વધુ સારી રીતે સંકળાવવા ફિનટેક મંચ એન્જલ બ્રોકિંગે હાલમાં જ ‘એન્જલ વન’ તરીકે પોતાનું રિબ્રાન્ડિંગ કરેલ છે. નવી બ્રાન્ડ નેમ ‘એન્જલ વન’ આ મંચ દ્વારા પ્રદાન કરવામાં આવતી તમામ સેવાઓના સમૂહને દર્શાવે છે. જ્યારે, કોર્પોરેટ એકમ એન્જલ બ્રોકિંગ લિમિટેડ તરીકે જ કાર્યરત છે.
શરૂઆતમાં એન્જલ બ્રોકિંગ એક પરંપરાગત બ્રોકિંગ પ્લૅટફૉર્મ હતો પણ સમય સાથે ચાલતા, તેણે આધુનિક ટેક્નોલૉજીનો લાભ લઈને પોતામાં પરીવર્તન લાવી દીધું છે. એન્જલ વન મેમેન્ટો બ્રાન્ડમાં પણ ક્લાયન્ટની સેવા પ્રત્યે એ જ સંપૂર્ણ સમર્પણ અને પ્રતિબદ્ધતા છે, જે એન્જલ બ્રોકિંગની ખાસ મહોર હતી. એ પણ ક્લાયન્ટનો વિશ્વાસનીય પાર્ટનર બની રહેશે. એક વન સ્ટોપ ફિનટેક મંચ તરીકે, પોતાના સ્માર્ટફોનના મધ્યમથી નાણાંકીય બજારમાં સાહસ કરવા ઇચ્છતા ટેકસેવી મિલેનિયલ્સ અને GenZમાટે તેણે એક નવો મંચ સજ્જ કરી દીધો છે.