ભારતમાં માસિક ધર્મમાંથી પસાર થતી 355 મિલિયન* મહિલાઓમાંથી લગભગ ત્રીજા ભાગની મહિલાઓ તેમના માસિક ધર્મના ગાળા સાથે સંબંધિત સ્વચ્છતા જાળવવા માટે ફક્ત કપડાં કે વસ્ત્રનો ઉપયોગ કરતી હોવાનું એક અભ્યાસમાં જણાયું છે. ભારતમાં માસિક ધર્મમાંથી પસાર થતી ફક્ત 38 ટકા* છોકરીઓ આ મુદ્દે તેમની માતા સાથે વાત કરે છે. માસિક ધર્મ સાથે સંબંધિત સ્વચ્છતાની ઉચિત સુવિધાઓના અભાવે દર વર્ષે આશરે 23 મિલિયન* છોકરીઓ શાળાઓમાંથી અભ્યાસ છોડી દે છે. માસિક ધર્મ સાથે સંબંધિત સ્વચ્છતાની સુવિધાનો અભાવ દેશમાં મહિલાઓના સ્વાસ્થ્ય અંગેનો ગંભીર મુદ્દો છે. ભારતમાં દર વર્ષે સર્વિકલ કેન્સરના કારણે લગભગ 60,000* મૃત્યુ થાય છે, જેમાંથી બે તૃતિયાંશ મૃત્યુ માટે માસિક ધર્મમાં પર્યાપ્ત સ્વચ્છતા ન જાળવવાનું કારણે જવાબદાર હોય છે. આ માટે મુખ્યત્વે બે અવરોધો છે – ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદનોની સરળતાપૂર્વક ઉપલબ્ધતા અને એની વાજબી કિંમત.
અમૃતાંજન હેલ્થકેર લિમિટેડ (અમૃતાંજન હેલ્થકેર) હાઉસની ઝડપથી વૃદ્ધિ કરતી મેન્સ્ટ્રુઅલ હાઇજીન બ્રાન્ડ કોમ્ફી સ્નગ ફિટે વાજબી અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેનિટરી નેપકિન્સ પ્રદાન કરવા એની શ્રેષ્ઠ ટેકનોલોજીનો ઉપયોગ કરીને મહિલાઓના હાઇજીન બજારમાં આશાનું નવું કિરણ પ્રગટાવ્યું છે. કંપનીએ માસિક ધર્મ સાથે સંબંધિત સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાના અભિયાનમાં પ્રસિદ્ધ અભિનેત્રી શ્રદ્ધા કપૂરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. બ્રાન્ડ વસ્ત્રોનો ઉપયોગ કરતી મહિલાઓને હાઇજીનિક મેન્સ્ટ્રુએશન સોલ્યુશનો પ્રદાન કરવા આતુર છે તેમજ કપડાંનો ઉપયોગ કરતી મહિલાઓને સેનિટરી નેપકિનના ફાયદા સમજાવવા જાગૃતિ અભિયાન ચલાવશે.
અમૃતાંજન હેલ્થકેર લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી એસ એસ પ્રસાદે કહ્યું કે, “મહિલાઓના માસિક ધર્મમાં સ્વાસ્થ્ય અને સ્વચ્છતા સાથે જાગૃતિ અને શિક્ષણનું સ્તર હંમેશા ઓછું રહ્યું છે અને આજે પણ આપણા દેશના મોટા ભાગના વિસ્તારોમાં આ મુદ્દે વાતચીત કરવામાં શરમસંકોચ અનુભવવામાં આવે છે. ઉદ્દેશ સંચાલિત કંપની તરીકે અમે ભારતની મહિલાઓને સક્ષમ બનાવવાના પ્રયાસ સ્વરૂપે મહિલાઓના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ સાથે એક અભિયાન શરૂ કરીશું.
અમે અમૃતાંજન હેલ્થકેરમાં આ મુદ્દે જાગૃતિ લાવવાનો ઉદ્દેશ ધરાવીએ છીએ, જે દેશમાં મોટી સમસ્યાઓમાં સામેલ છે તેમજ અમે વાજબી કિંમતે ઊંચી ગુણવત્તાયુક્ત સોલ્યુશન પ્રદાન કરવા ઇચ્છતાં હતાં. આ ઉદ્દેશ સાથે અમે અમારી કોમ્ફી સ્નગ ફિટ બ્રાન્ડને વધારે મજબૂત કરીશું. અમે ખાતરી આપીએ છીએ કે, અમે ગ્રામીણ અને બાકી શહેરી બજારોમાં મજબૂત વિતરણ ધરાવીએ છીએ, જેથી ઉત્પાદનની સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત થાય. છેલ્લાં પાંચ વર્ષમાં કોમ્ફીએ 5 ગણી વૃદ્ધિ કરી છે અને અમારી આકાંક્ષા આગામી 2થી 3 વર્ષમાં ટોચના ત્રણમાં સ્થાન મેળવવાની છે.”
અમૃતાંજને ઊંચી ગુણવત્તાયુક્ત નેપ્કિન ફક્ત રૂ. 20માં પ્રસ્તુત કર્યા છે. આ રીતે આટલા વાજબી કિંમતે નેપ્કિન પ્રસ્તુત કરનાર પ્રથમ કંપની હતી. અમૃતાંજન હેલ્થકેરે શ્રેષ્ઠ ટેકનોલોજી મેળવવા ટીઝેડએમઓ યુરોપ સાથે જોડાણ કર્યું છે અને ઉત્તર અમેરિકામાંથી પલ્પમાંથી બનાવ્યાં છે. ઉપરાંત કંપનીએ ટેકનિકલ જાણકારી માટે ઇઝરાયેલમાંથી એક્ષ્પર્ટ કન્સલ્ટન્ટ પણ રોક્યાં હતાં, જેનાથી એ શ્રેષ્ઠ પ્રોડક્ટ વિકસાવવા સક્ષમ બની છે. ભારતમાં અન્ય કોઈ પણ બ્રાન્ડ કરતાં 80 ટકા વધારે શોષકક્ષમતાની ખાતરી આપે છે.
આ પહેલ અંગે શ્રદ્ધા કપૂરે કહ્યું કે, “હું કોમ્ફી સ્નગ ફિટ સેનિટરી નેપ્કિન્સની રેન્જ માટે અમૃતાંજન હેલ્થકેર સાથે જોડાણ કરીને અતિ ખુશ છું. કંપનીનો સમગ્ર દેશમાં મહિલાઓની શારીરિક સ્વચ્છતા સાથે સંબંધિત સમાધાનો પ્રદાન કરવાનો અને આ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે. એક મહિલા તરીકે હું હંમેશા માસિક ધર્મમાં સ્વચ્છતાને ટેકો આપું છું. ભારતમાં પીરિયડ વિશે વાત કરવામાં હજુ પણ શરમ-સંકોચ જોવા મળે છે. દેશના ઘણા વિસ્તારોમાં કપડાનો ઉપયોગ કરવાની પરંપરા છે અને આ કન્યાઓ માટે સ્વચ્છતાનું જોખમ ધરાવે છે. આ અસુવિધાજનક હોવાની સાથે એમાં ઇન્ફેક્શનની સંભાવના વધારે છે. હું યુવતીઓને કોમ્ફી સેનિટરી નેપકિન જેવા સલામત, શ્રેષ્ઠ હાઇજીનિક ઉત્પાદનોનો ઉપયોગ કરવાની અપીલ કરું છું. મને ખુશી છે કે, હું અમૃતાંજન હેલ્થકેર હાઉસની એક બ્રાન્ડ સાથે જોડાઈને રાષ્ટ્રીય સ્તરે મહિલાઓના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં ભૂમિકા ભજવી શકી છું. અમૃતાંજન 127 વર્ષથી દેશમાં લોકોને સારવાર આપે છે, રાહત આપે છે અને જીવનને સ્પર્શે છે.”
અમે યુવતીઓને આઝાદીની હવાનો અહેસાસ કરાવવા ઇચ્છતાં હતાં અને એટલે જ પાવરફૂલ અભિયાનની લાઇન છે – ‘મુડ કે નહીં, ઉડકે દેખો!’. કોમ્ફી આની ખાતરી આપે છે કે દરેક યુવતી આત્મવિશ્વાસ ધરાવતી હોવી જોઈએ અને એની સંપૂર્ણ સંભવિતતાનો ઉપયોગ કરવા સક્ષમ હોવી જોઈએ.”






