• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 22, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

તાંબામાં 17,445 ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સીમિત રેન્જમાં ઘટાડો

by P C KAPADIA
September 8, 2021
in Corporate
0
Share on FacebookShare on Twitter

સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી સુધારોઃ સીપીઓ, રબરમાં નરમાઈનો માહોલઃ કપાસ, કોટન, મેન્થા તેલમાં વૃદ્ધિઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 98 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 119 પોઈન્ટની મૂવમેન્ટ

ડેઇલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,20,939 સોદાઓમાં કુલ રૂ.10,420.45 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી સુધારો થયો હતો. બિનલોહ ધાતુઓમાં તાંબામાં 17,445 ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સીમિત રેન્જમાં ઘટાડો થયો હતો, જ્યારે તાંબા સિવાયની અન્ય ધાતુઓ વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને સુધર્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન અને મેન્થા તેલના વાયદા વધવા સામે સીપીઓ અને રબર નરમ રહ્યા હતા. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 98 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 119 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ ખાતે 35,594 સોદાઓમાં કુલ રૂ.2,392.87 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.46,961ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,130 અને નીચામાં રૂ.46,960 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.136 વધી રૂ.47,075ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.37 વધી રૂ.37,884 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.5 વધી રૂ.4,704ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.64,621 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.64,890 અને નીચામાં રૂ.64,602 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.172 વધી રૂ.64,793 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.156 વધી રૂ.65,005 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.162 વધી રૂ.65,006 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં એમસીએક્સ પર 14,051 સોદાઓમાં રૂ.2,614.44 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.25 વધી રૂ.220.30 અને જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.25 વધી રૂ.251ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.60 ઘટી રૂ.709.70 અને નિકલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.15.5 વધી રૂ.1,486.70 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.55 વધી રૂ.185ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ ખાતે 31,993 સોદાઓમાં કુલ રૂ.2,233.71 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,023ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,111 અને નીચામાં રૂ.5,023 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.84 વધી રૂ.5,097 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.6.50 વધી રૂ.342.80 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ ખાતે 2,392 સોદાઓમાં રૂ.315.74 કરોડનાં કામકાજ થયા હતા. એમસીએક્સ કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,421ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1421 અને નીચામાં રૂ.1421 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.7 વધી રૂ.1,421 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર સપ્ટેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.17,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,590 અને નીચામાં રૂ.17,240 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.21 ઘટી રૂ.17,492ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,143.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1143.50 અને નીચામાં રૂ.1120 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.16.90 ઘટી રૂ.1130 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.11.20 વધી રૂ.981.40 અને એમસીએક્સ કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.160 વધી રૂ.25,850 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 8,876 સોદાઓમાં રૂ.1,595.35 કરોડનાં 3,387.824 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 26,718 સોદાઓમાં કુલ રૂ.797.52 કરોડનાં 122.872 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.214.65 કરોડનાં 9,765 ટન, જસતના વાયદાઓમાં રૂ.195.14 કરોડનાં 7,805 ટન, તાંબાનાં કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,237.13 કરોડનાં 17,445 ટન, નિકલના વાયદાઓમાં રૂ.886.11 કરોડનાં 5,967 ટન અને સીસાનાં કોન્ટ્રેક્ટ્સમાં રૂ.81.41 કરોડનાં 4,415 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 14,293 સોદાઓમાં રૂ.1,054.76 કરોડનાં 20,80,700 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 17,700 સોદાઓમાં રૂ.1,178.95 કરોડનાં 3,45,42,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 1 સોદાઓમાં રૂ.0.03 કરોડનાં 4 ટન અને કોટનના વાયદાઓમાં 323 સોદાઓમાં રૂ.23.94 કરોડનાં 9300 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 296 સોદાઓમાં રૂ.12.29 કરોડનાં 124.92 ટન, રબરના વાયદાઓમાં 21 સોદાઓમાં રૂ.0.37 કરોડનાં 21 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,751 સોદાઓમાં રૂ.279.11 કરોડનાં 24,840 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 17,255.989 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 448.364 ટન, એલ્યુમિનિયમમાં 16,745 ટન, જસત વાયદામાં 7,865 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 12,992.500 ટન, નિકલ વાયદામાં 3,424.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 8,870 ટન, ક્રૂડ તેલમાં 7,57,400 બેરલ અને નેચરલ ગેસમાં 2,59,95,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 184 ટન, કોટનમાં 47225 ગાંસડી, મેન્થા તેલમાં 466.56 ટન, રબરમાં 78 ટન, સીપીઓમાં 72,380 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ ખાતે પ્રથમ સત્ર સુધીમાં 1,054 સોદાઓમાં રૂ.86.54 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 430 સોદાઓમાં રૂ.31.90 કરોડનાં 449 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 624 સોદાઓમાં રૂ.54.64 કરોડનાં 687 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,783 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 888 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 14,136ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,234 અને નીચામાં 14,136ના સ્તરને સ્પર્શી, 98 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 39 પોઈન્ટ વધી 14,212ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ સપ્ટેમ્બર વાયદો 15,870ના સ્તરે ખૂલી, 119 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 97 પોઈન્ટ વધી 15,932ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 35,855 સોદાઓમાં રૂ.2,777.15 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.219.77 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.18.98 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,537.67 કરોડનાં કામકાજ થયાં હતાં.

  • નૈમિષ ત્રિવેદી
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
દક્ષિણ ગુજરાતના અગ્રણી શરદ દેસાઈની હવે ઢોલિવુડના નિર્માતા તરીકે ધમાકેદાર એન્ટ્રી

દક્ષિણ ગુજરાતના અગ્રણી શરદ દેસાઈની હવે ઢોલિવુડના નિર્માતા તરીકે ધમાકેદાર એન્ટ્રી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com