ડેઈલી માર્કેટ રિપોર્ટ
સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈનો માહોલઃ મેન્થા તેલ ઢીલુઃ
કપાસ, સીપીઓ, રબરમાં તેજીઃ કોટનમાં ઉછાળોઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 108 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 174 પોઈન્ટની મૂવમેન્ટ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,29,923 સોદાઓમાં કુલ રૂ.10,851.19 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જુલાઈ વાયદામાં 108 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જુલાઈ વાયદામાં 174 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 68,924 સોદાઓમાં કુલ રૂ.4,593.10 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,378ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,389 અને નીચામાં રૂ.48,113 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.250 ઘટી રૂ.48,150ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.119 ઘટી રૂ.38,582 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.13 ઘટી રૂ.4,762ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.69,906 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,931 અને નીચામાં રૂ.69,005 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.593 ઘટી રૂ.69,088 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 33,007 સોદાઓમાં કુલ રૂ.2,172.65 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,350ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,390 અને નીચામાં રૂ.5,312 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.32 ઘટી રૂ.5,349 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.40 ઘટી રૂ.269.70 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 3,718 સોદાઓમાં રૂ.475.67 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,345ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1359 અને નીચામાં રૂ.1345 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.10.50 વધી રૂ.1,354 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જુલાઈ વાયદો 100 કિલોદીઠ રૂ.16,899ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,080 અને નીચામાં રૂ.16,765 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.161 વધી રૂ.17,009ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જુલાઈ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,075ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1099.10 અને નીચામાં રૂ.1073.10 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.11 વધી રૂ.1090.10 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.10 ઘટી રૂ.956.90 અને કોટન જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.210 વધી રૂ.25,790 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 15,696 સોદાઓમાં રૂ.2,237.77 કરોડનાં 4,632.664 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 53,228 સોદાઓમાં કુલ રૂ.2,355.33 કરોડનાં 338.775 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 9,718 સોદાઓમાં રૂ.901.74 કરોડનાં 16,86,900 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 23,289 સોદાઓમાં રૂ.1,270.91 કરોડનાં 4,72,26,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 37 સોદાઓમાં રૂ.1 કરોડનાં 148 ટન અને કોટનના વાયદાઓમાં 921 સોદાઓમાં રૂ.103.14 કરોડનાં 39900 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 340 સોદાઓમાં રૂ.13.07 કરોડનાં 137.16 ટન, રબરના વાયદાઓમાં 56 સોદાઓમાં રૂ.1.12 કરોડનાં 66 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 2,364 સોદાઓમાં રૂ.357.34 કરોડનાં 32,960 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,119.011 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 507.479 ટન, એલ્યુમિનિયમમાં 16,125 ટન, જસત વાયદામાં 14,975 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 11,852.500 ટન, નિકલ વાયદામાં 5,167.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 7,100 ટન, ક્રૂડ તેલમાં 5,44,000 બેરલ અને નેચરલ ગેસમાં 2,67,02,500 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 140 ટન, કોટનમાં 173400 ગાંસડી, મેન્થા તેલમાં 443.52 ટન, રબરમાં 97 ટન, સીપીઓમાં 85,920 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,762 સોદાઓમાં રૂ.147.51 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 960 સોદાઓમાં રૂ.80.96 કરોડનાં 1,092 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 802 સોદાઓમાં રૂ.66.55 કરોડનાં 862 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,200 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,033 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જુલાઈ વાયદો 14,869ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,884 અને નીચામાં 14,776ના સ્તરને સ્પર્શી, 108 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 76 પોઈન્ટ ઘટી 14,793ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જુલાઈ વાયદો 15,576ના સ્તરે ખૂલી, 174 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 65 પોઈન્ટ વધી 15,410ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 8,785 સોદાઓમાં રૂ.907.69 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.244.67 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.30.09 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.632.75 કરોડનાં કામકાજ થયાં હતાં. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું જુલાઈ રૂ.49,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.184.50 ખૂલી, ઊપરમાં રૂ.184.50 અને નીચામાં રૂ.127 રહી, અંતે રૂ.41 ઘટી રૂ.133 થયો હતો. જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,752 ખૂલી, ઊપરમાં રૂ.1,795 અને નીચામાં રૂ.1,478 રહી, અંતે રૂ.205 ઘટી રૂ.1,495.50 થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.5,400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.191 ખૂલી, ઊપરમાં રૂ.210 અને નીચામાં રૂ.180 રહી, અંતે રૂ.13.40 ઘટી રૂ.193.40 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું જુલાઈ રૂ.48,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.220 ખૂલી, ઊપરમાં રૂ.309 અને નીચામાં રૂ.220 રહી, અંતે રૂ.73.50 વધી રૂ.288 થયો હતો. જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,851 ખૂલી, ઊપરમાં રૂ.2,349 અને નીચામાં રૂ.1,800 રહી, અંતે રૂ.61 વધી રૂ.2,160.50 થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.5,300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.197.50 ખૂલી, ઊપરમાં રૂ.222.50 અને નીચામાં રૂ.181.10 રહી, અંતે રૂ.12.80 વધી રૂ.196 થયો હતો.
- નૈમિષ ત્રિવેદી






